Site icon Revoi.in

વોટ્સએપમાં આવશે રસપ્રદ ફીચર, નોટિફિકેશનમાં યૂઝર્સને દેખાશે પ્રોફાઇલ પિક્ચર

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ આ વર્ષે પણ કેટલાક ધમાકેદાર ફીચર લઇને આવી રહ્યું છે. આવું જ એક ફીચર પર વોટ્સએપ અત્યારે પરીક્ષણ કરી રહ્યું છે જેમાં યૂઝર્સને ચેટ અને ગ્રુપમાંથી નવા મેસેજ પ્રાપ્ત થાય ત્યારે નોટિફિકેશનમાં પ્રોફાઇલ પિક્ચર પણ જોવા મળશે. અત્યારે તો iOS યૂઝર્સ માટે આ સુવિધા રોલઆઉટ કરવાની વિચારણા છે.

આ નવા દમદાર ફીચરની વાત કરીએ તો તેમાં નોટિફિકેશનમાં યૂઝર્સને પ્રોફાઇલ પિક્ચર પણ દેખાશે તેમજ વ્યક્તિગત અને ગ્રૂપ વોટ્સએપ ચેટ્સ બંને માટે નોટિફિકેશનમાં DP દેખાશે.

આ વિશેની જાણકારી WABetainfoએ પોતાના પેજ પર આપી છે. વોટ્સએપ એ લોકો માટે નોટિફિકેશનમાં પ્રોફાઇલ ફોટો રિલીઝ કરી રહ્યું છે જેઓ iOS 15 પર ઓછામાં ઓછા 2.22.1. બીટાનો ઉપયોગ કરે છે. આ સુવિધા કેટલાક બીટા ટેસ્ટર્સ માટે સક્ષમ કરવામાં આવી હોવાથી, તમારા વોટ્સએપ એકાઉન્ટ માટે તેને સક્ષણ કરવામાં થોડો સમય લાગી શકે છે.

વોટ્સએપ પોતાની યૂઝર્સની ગોપનીયતાને સલામત રાખવા માટે સમયાંતરે નવા ફીચર્સ રજૂ કરતું હોય છે. હવે વોટ્સએપ વધુ એક પ્રાઇવસી અપડેટ લાવ્યું છે. જેથી અજાણ્યા સંપર્કોને યૂઝર્સનું લાસ્ટ સીન અને ઑનલાઇન સ્ટેટસ જોવાથી અટકાવી શકાય.