- ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ હવે ચાર્જ આપવા તૈયાર રહેજો
- ઇન્સ્ટાગ્રામ હવે કન્ટેન્ટ એક્સેસ કરવા લેશે ચાર્જ
- પ્રતિ માસ તમારે 89 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે
નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના જમાનામાં ડેટા જ બધુ છે. આજે મોટા ભાગની કંપનીઓ પોતાની રીચ વધારવાથી લઇને આવકના સ્ત્રોત અને કમાણી માટે ડેટા પર નિર્ભર રહે છે અને તેનો ઉપયોગ કરે છે. ફેસબૂક જેવી કંપની પણ તમારા ડેટાથી જ કમાણી કરે છે. કારણ કે કંપનીને મોટા ભાગની કમાણી વિજ્ઞાપનથી થાય છે. જો કે હવે કંપની તમારી પાસેથી પણ ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ હવે યૂઝર્સ પાસેથી કન્ટેન્ટ એક્સેસ માટે 89 રૂપિયાની વસૂલાત કરશે તેવું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. જો કે આ અર્ધ સત્ય કહી શકાય.
ટેક ક્રંચના રિપોર્ટ અનુસાર ઇન્સ્ટાગ્રામ એક સબસ્ક્રિપ્શન કેટેગરી પણ તૈયારી કરી રહ્યું છે. હાલ પ્રતિ માસ 89 રૂપિયા ચાર્જ જોવા મળે છે. જો કે જ્યારે યૂઝર્સ માટે આ ફીચર રૉલ આઉટ થશે ત્યારે તેમાં બદલવા જોવા મળી શકે છે. જો કે આ હજુ ફાઇનલ રૉલ આઉટ નથી કરાયું.
ટિપ્સ્ટર એલેસેન્ડ્રો પાલુઝી અનુસાર ઇન્સ્ટાગ્રામ સબ્સિક્રપ્શન બટન પર ટેસ્ટિંગ કરી રહ્યાં છે. જે ક્રિએટર્સની પ્રોફાઇલ પર જોવા મળશે. જો તમારે તમારા પસંદગીના ક્રિએટર્સના કન્ટેન્ટે જોવા છે તો તેના માટે સબ્સિક્રપ્શન લેવું પડશે. જો કે ક્રિએટર્સના તમામ કન્ટેન્ટ માટે નહીં હોય. લગભગ કંપની લિમિટેડ અને ખાસ કન્ટેન્ટ માટે સબ્સિક્રપ્શ રાખશે. જો તમે સબસ્ક્રાઇબ કરશો તો એક બેજ મળસે. જ્યારે તમે કમેન્ટ કરશો અને મેસેજ કરશો તો આ બેજ તમારા યૂઝર નેમ સાથે દેખાશે.
કહેવામાં આવી રહ્યું છે કે કન્ટેન્ટ ક્રિએટર્સને પણ આ ઓપશન મળશે કે તેઓ પોતાનો સબ્સ્ક્રિપશન ચાર્ચ નક્કી કરી શકે. ક્રિએટર્સને દર્શાવવામાં આવશે કે તેમની કેટલી કમાણી થઈ રહી છે અને ક્યારે મેમ્બરશિપ એક્સપાયર થઈ રહી છે. હવે ખાસ તો જોવાનું એ રહ્યું કે આમાં કંપની કેટલા પૈસા કાપે છે. કારણ કે સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઈન્સ્ટાગ્રામ અથવા કોઈ પણ પ્લેટફોર્મ પર મોનેટાઈઝેશન દરમિયાન કેટલાક રૂપિયા કંપનીઓ કાપી લે છે.