- લો બોલો ટેક્નોલોજી પણ ક્યાં પહોંચી!
- હવે શ્વાન માટે પણ મોબાઇલ જેવું ઉપકરણ બનાવાયું
- તેનાથી તે પોતાના માલિકો સાથે કરી શકશે વીડિયો કૉલ
નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના દોરમાં સ્માર્ટફોન માનવીના જીવનનું સૌથી અનિવાર્ય અંગ બની ચૂક્યું છે અને આજે ફોન વગર વિશ્વની કલ્પના કરવી એ મુશ્કેલ છે ત્યારે હવે તમને જાણીને નવાઇ લાગશે કે હવે શ્વાનો પાસે પણ મોબાઇલ હશે.
આજે ફોન વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ હવે માત્ર માણસો પાસે નહીં પણ શ્વાનો પાસે પણ ફોન રહેશે. તે વીડિયો કોલ પર પોતાના માલિક સાથે વાતચીત પણ કરી શકશે.
હકીકતમાં, વૈજ્ઞાનિકોએ એક એવી ડિવાઇસનું નિર્માણ કર્યું છે જેનાથી શ્વાન પોતાના માલિક સાથે વીડિયો કોલ પર વાત કરી શકશે. આ ડિવાઇસ એક બોલ જેવી દેખાય છે અને મોબાઇલ જેવું જ કામ કરે છે.
શ્વાન માટેના આ ઉપકરણને પ્રોટોટાઇપ ડોગફોન કહેવાય છે. આ ઉપકરણ શ્વાનની હિલચાલ પણ પારખી શકે છે. તમે તેને તમારા કમ્પ્યુટરથી કનેક્ટ કરી શકો છો અને શ્વાન તમારી સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી શકે છે. આને એક અસાધારણ શોધ કહેવામાં આવી રહી છે.
ગ્લાસગો યુનિ.ના ડૉ. ઇલિયાના હિરસ્કીજ-ડગ્લાસે આલ્ટો યુનિ.ના એક સહકર્મી સાથે મળીને નિર્મિત કર્યું છે. ડૉક્ટર ઇલિયાનાએ પોતાના 10 વર્ષના પાલતુ શ્વાન માટે આ ઉપકરણ બનાવ્યું છે. જે હવે વિશ્વ નાટે વરદાન સમાન છે.
ડૉ. ઇલિયાના એક કમ્પ્યુટર ઇન્ટરએક્શનના નિષ્ણાત છે. ડૉક્ટર ઇલિયાના અનુસાર વિશ્વભરના શ્વાન પ્રેમીઓ તેમના શ્વાન સાથે હંમેશા જોડાયેલા રહેવા માંગે છે. આ માટે તેને એક ઉપકરણ જોઇતું હતું. જો કે ત્યાં તમામ પ્રકારના સ્માર્ટ રમકડાં છે.