- ફોન વારંવાર થઇ રહ્યો છે હિટ?
- આ સમસ્યાથી છો પરેશાન?
- તો આ સેટિંગ્સ કરીને ફોને હિટ થવાથી બચાવો
નવી દિલ્હી: આજે દરેક નાના મોટા કામકાજ માટે આપણે સ્માર્ટફોન પર નિર્ભર રહીએ છીએ. આજે સ્માર્ટફોન એ આપણા જીવનનો એક અગત્યનો ભાગ બની ગયો છે. સ્માર્ટફોન વગર આજે જીવનની કલ્પના કરવી પણ અસંભવ સમાન છે. જો કે મોટા ભાગના યૂઝર્સને ફોનના વપરાશ કે અતિશય વપરાશ દરમિયાન ફોન હિટીંગની સમસ્યા નડતી હોય છે અને તેનાથી યૂઝર્સ વારંવાર પરેશાન થતા હોય છે.
સ્માર્ટફોનનું ઓવરહિટીંગ ક્યારેક ઘાતક પણ નિવડી શકે છે. ક્યારેક ઓવરહિટીંગથી ફોનની બેટરીમાં વિસ્ફોટ કે ફાટવાની પણ સંભાવના વધી જાય છે. તેનાથી ગંભીર ઇજા પણ પહોંચવાની ભીતિ રહે છે. જો કે તેનો ઉકેલ પણ ફોનના સ્ટોરેજમાં જ સમાયેલો છે.
આજે અમે આપને કેટલાક એવા સેટિંગ્સ વિશે જણાવીશું જેનાથી તમે ફોન ઓવરહિટીંગથી બચી શકશો અને ફોનનું પરફોર્મન્સ પણ સુધારી શકો છો.
જો તમારા સ્માર્ટફોનમાં વધુ એપ્સ, ગેમ્સ કે અન્ય સોફ્ટવેર ડાઉનલોડ કરવામાં આવે તો તેનાથી પણ ફોટ હીટ થવાની શક્યતા વધી જાય છે. ફોનનું કોમ્યુનિકેશન યુનિટ અને કેમેરા પણ ગરમીનું કારણ બને છે.
ક્યારેક ચાર્જિંગ દરમિયાન પણ ફોન ગરમ થઇ જાય છે.
કેટલાક ફોન બ્રાઉઝિંગ દરમિયાન ખૂબ જ ગરમ થાય છે અને કેટલાક ફોન કોલિંગ દરમિયાન પણ ગરમ થાય છે.
આ રીતે ઓવરહિટીંગથી બચો
- વધારાના ફંકશન ડિસેબલ કરો
- આજે મોટા ભાગના સ્માર્ટફોનમાં મોબાઇલ ડેટા ઉપરાંત, જીપીએસ, વાઇફાઇ, બ્લુટૂથ જેવા ફંક્શન હંમશા ચાલુ રહેતા હોય છે. તેને કારણે પણ બેટરી પર દબાણ આવે છે અને હીટિંગ થાય છે તેથી આ વધારાના ફંકશન જરૂર ના હોય તો બંધ કરી દેવા જોઇએ
- ફોનમાં ક્યારેક આપણે વારંવાર અનેક એપ્સ એકસાથે ઉપયોગ કરતા હોય છે પરંતુ પછી તેને બેકગ્રાઉન્ડમાં બંધ નથી કરતા. તેના કારણે પણ ફોનની રેમને અસર થાય છે અને ફોન હીટ થઇ શકે છે. તેથી બને ત્યાં સુધી ફોનની રેમ મેમરીને સમયાંતરે ક્લિન કરતા રહો
- ફોનને બને તો નિયમિત અપડેટ કરતા રહેવું જોઇએ
- ફોનના સોફ્ટવેર તેમજ એપ્સને નિયમિતપણે અપડેટ કરતા રહેવું હિતાવહ છે. આમ કરવાથી ફોન વધુ હિટ થશે નહીં