- સંસદીય સમિતિની બેઠકમાં ગૂગલ અને ફેસબૂકના અધિકારીઓ રહ્યા હાજર
- ગૂગલ-ફેસબૂકના અધિકારીઓને ભારતના IT નિયમોનું પાલન કરવાનો અપાયો નિર્દેશ
- ગૂગલ અને ફેસબુકે પણ સંસદીય સમિતિ સમક્ષ પોતાનો જવાબ રજૂ કર્યો
નવી દિલ્હી: નવા આઇટી નિયમોને લઇને ભારત સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વચ્ચે વિવાદ સતત ચાલી રહ્યો છે. આ વચ્ચે સૂચના તેમજ ટેક્નોલોજી મંત્રાલયે સંસદની સ્થાયી સમિતિની બેઠક બોલાવી હતી. બેઠક બાદ સંસદીય સ્થાયી સમિતિએ ગૂગલ અને ફેસબુકના આધિકારીઓને ભારતના આઇટી નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.
બીજી તરફ સંસદની સ્થાયી સમિતિની બેઠક દરમિયાન ગૂગલના અધિકારીઓએ પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જાન્યુઆરી અને માર્ચ 2021 વચ્ચે સામુદાયિક દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા પર યૂટ્યુબે 95 લાખથી વધુ વીડિયો પ્લેટફોર્મ્સ પરથી હટાવ્યા હતા. તેમાંથી 95 ટકા વીડિયો વ્યક્તિઓને બદલે મશીનો દ્વારા ફ્લેગ કરવામાં આવ્યા હતા. મશીનો દ્વારા ઓળખ કરાયેલા લોકોમાંથી 27.8 ટકા લોકોને એકવાર પણ જોવામાં નહોતા આવ્યા.
Parliamentary panel seeks Twitter's reply within 2 days on locking of accounts of minister Ravi Shankar Prasad, MP Shashi Tharoor: Sources
— Press Trust of India (@PTI_News) June 29, 2021
તે ઉપરાંત સંસદીય સમિતિએ ટ્વિટર પાસે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ બ્લોક કરવા સંદર્ભે પણ સ્પષ્ટતા માંગી છે અને 2 દિવસ સુધીમાં જવાબ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
Parl panel tells Google, Facebook they have to comply with new IT rules, court orders: Sources after deposition over social media misuse
— Press Trust of India (@PTI_News) June 29, 2021
આ ત્રિમાસિક ગાળામાં યૂટ્યુબે સામુદાયિક દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા પર 22 લાખથી વધુ ચેનલો સમાપ્ત કરી હતી. આ અવધિમાં યૂટ્યુબે 1 અબજથી વધુ ટિપ્પણીઓ હટાવી હતી. જેમાંથી મોટા ભાગના સ્પેમ હતા અને ઑટોમેટિક રૂપથી ઓળખવામાં આવી હતી.