- કોરોના વેક્સિનેશન માટે હવે પેટીએમ લાવ્યું ફીચર
- હવે પેટીએમ મારફતે પણ વેક્સિન સ્લોટ બૂક થઇ શકશે
- પેટીએમની આ સુવિધાથી યૂઝર્સને મોટો ફાયદો પહોંચશે
નવી દિલ્હી: કોરોના વેક્સિનશન માટે એપ પર વેક્સિન માટે સ્લોટ બૂક કરવો જરૂરી છે ત્યાર હવે ડિજીટલ પેમેન્ટ કંપની Paytmએ પોતાની એપ પર વેક્સિન અપોઇન્ટમેન્ટ બૂ કરવાની સુવિધા લોન્ચ કરી દીધી છે. પેટીએમ અનુસાર હવે યૂઝર્સ એપ પર ઉપલબ્ધ સ્લોટ શોધવાની સાથોસાથ જ વેક્સિનેશન અપોઇન્ટમેન્ટ બૂક કરાવી શકશે. પેટીએમની આ સુવિધાથી યૂઝર્સને મોટો ફાયદો પહોંચશે.
પીટીએમ અનુસાર પેટીએમ યૂઝર્સ હવે પેટીએમ એપના માધ્યમથી નજીકના સેન્ટર પર કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને વેક્સિન માટે સર્ચ કરી શકે છે. સ્લોટ પણ શોધી શકે છે અને અપોઇન્ટમેન્ટ પણ બૂક કરાવી શકે છે.
આ અંગે કોવિનના પ્રમુખ આર. એસ. શર્માએ હાલમાં જ કહ્યું હતું કે, પેટીએમ, મેક માય ટ્રિપ અને ઇન્ફોસિસ જેવી મોટી ડિજીટલ કંપનીઓ સહિત એક ડઝન સંસ્થાન વેક્સિન માટે અપોઇન્ટમેન્ટ બૂક કરવાની સુવિધા માટે અનુમતિ માગી રહ્યા છે. સરકારે ગત મહિને જ તેના માટે ગાઇડલાઇન્સ જાહેર કરી હતી.
આ પહેલાં ફેસબુક અને ગૂગલ જેવા દિગ્ગજોથી લઈને HealthifyMe જેવા સ્ટાર્ટ અપ્સ પણ લોકોની વેક્સીનેશન અપોઈન્ટમેન્ટ માટે સ્લોટ શોધવામાં મદદ માટે અનેક ટૂલ્સ લઈને આવ્યા હતા. Under45 અને GetJab જેવા પ્લેટફોર્મ તો રાતોરાત લોકપ્રિય થઈ ગયા. જ્યારે તે વેક્સીન સ્લોટ ખૂલવા પર લોકોને અલર્ટ કરવા લાગ્યા.