નવી દિલ્હી: કોરોના મહામારીની શરૂઆતથી જ કોરોના સંક્રમણને કારણે લાગૂ કરાયેલા લોકડાઉન અને પ્રતિબંધો બાદથી લોકોને ફરજીયાતપણે ઘરમાં જ રહેવાની નોબત આવી હતી. આ જ કારણોસર મોટા ભાગના કાર્યો માટે ડીજીટલ માધ્યમનો સહારો લેવો પડ્યો છે. જો કે આ દરમિયાન લોકોને હવે ઑનલાઇન રહેવાની આદત પડી ગઇ છે.
સાયબર સિક્યોરિટી કંપની નોર્ટન લાઇફ્લોકે એક વૈશ્વિક અભ્યાસ કર્યો છે. અભ્યાસના ભારતમાં મળેલા તારણો અનુસાર, સર્વમાં સામેલ દરે ત્રણમાંથી 2 ભારતીયોએ જણાવ્યું કે, તેઓ મહામારીને કારણે ઑનલાઇન રહેવાની આદતનો શિકાર બની ગયા છે.
ઑનલાઇન અભ્યાસમાં 1000થી વધુ ભારતીય પુખ્ત લોકોએ ભાગ લીધો હતો. તેમાં દર 10માંથી 8 લોકોએ કહ્યું કે, તેમણે પોતાનો સમય મહામારી દરમિયાન શિક્ષણ તેમજ વ્યાવસાયિક કામ માટે ડિજીટલ સ્ક્રિન માટે વિતાવ્યો હતો.
ભારતમાં સરેરાશ એક પુખ્ત પ્રોફેશનલ કામ અથવા શિક્ષણ કાર્યથી અન્ય કામ માટે કે કઈ જોવા માટે સ્ક્રીન સામે દિવસમાં 4.4 કલાક વિતાવે છે. સર્વે કરાયેલા ભારતીયોએ જણાવ્યું હતું કે સ્માર્ટ ફોન સૌથી સામાન્ય ઉપકરણ છે જેમાં તેઓ ઘણો સમય (84 ટકા) વિતાવે છે.
અભ્યાસમાંથી 74 ટકા ભારતીયો અનુસાર ઑન સ્ક્રીન સમય તેઓ વીતાવે છે તેનાથી તેના શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે, જ્યારે અડધાથી વધુએ કહ્યું કે તેની માનસિકતા પર નકારાત્મક અસર પડે છે. 76 ટકા લોકોએ કહ્યું કે, તેઓ મિત્રો સાથે સમય વિતાવવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થઇને સ્ક્રીન સામે વિતાવેલા સમયને મર્યાદિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રોગચાળાએ પ્રવૃત્તિઓ માટે સ્ક્રીન પર આપણી નિર્ભરતા વધારી છે જે ઓફલાઇન કરી શકાય છે. જો કે, દરેક વ્યક્તિ માટે પોતાના ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન સમય વચ્ચે એક સ્વસ્થ સંતુલન બનાવવું મહત્વપૂર્ણ છે જેથી તેમના સ્વાસ્થ્ય અને તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે કે તેમના બાળકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર ન પડે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, ઓનલાઈન લેન્ડસ્કેપમા સાયબર ક્રાઈમના કેસોની સંખ્યા અને પ્રકારોમમાં વધારો થયો છે.
યૂઝરે તેમના કનેક્ટેડ ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં કરવો તે અંગે ખૂબ કાળજી રાખવી જોઈએ. સગવડ સુરક્ષાથી વધુ ન હોવી જોઈએ.