Site icon Revoi.in

PUBG NEW STATE લૉન્ચ પહેલા જ થઇ લોકપ્રિય, 17 મિલિયનથી વધુ પ્રી-રજિસ્ટ્રેશન થયા

Social Share

નવી દિલ્હી: ક્રાફ્ટનની બીજી ગેમ PUBG NEW STATE પણ ખૂબ લોકપ્રિય થઇ રહી છે. PUBG ન્યૂ સ્ટેટનું પ્રી-રજિસ્ટ્રેશન તેના ટ્રેલર રિલીઝ કર્યા બાદ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. ગત સપ્તાહે ડેવલપરે યુએસમાં તેનું આલ્ફા પરીક્ષણ કર્યું હતું. PUBG ન્યૂ સ્ટેટ પોતાનું આલ્ફા ટેસ્ટિંગ એક સપ્તાહમાં બંધ કરશે.

11 જૂનથી PUBG ન્યૂ સ્ટેટની આલ્ફા ટેસ્ટિંગ શરૂ કરવામાં આવી છે. આ પ્રોસેસને હવે એક સપ્તાહની અંદર બંધ કરવામાં આવશે. ત્યારબાદ ગેમના લોન્ચિંગને લઇને સ્પષ્ટતા થઇ શકે છે. PUBG ન્યૂ સ્ટેટને વર્ષ 2015માં સેટ કરવામાં આવી હતી. આલ્ફા ટેસ્ટિંગને માત્ર અમેરિકામાં ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. ક્રાફ્ટને કહ્યું કે આ ટેસ્ટિંગને બીજા રીજનમાં ઝડપી રીતે જાહેર કરશે.

કંપનીએ કહ્યું હતું કે iOS એપ સપોર્ટને લઇને આગામી સમયમાં ઘોષણા કરાશે. ડેવલપર અનુસાર PUBG ન્યૂ સ્ટેટનું પ્રી-રજીસ્ટ્રેશન 17 મિલિયનને પાર કરી ચૂક્યું છે. પ્લેયર્સ હવે તેને પ્રી-રજીસ્ટર કરાવી શકશે. પ્રી-રજિસ્ટર્ડ યૂઝર્સને અર્લી એક્સેસ મળશે. આ ગેમનું પ્રી-રજીસ્ટ્રેશન ફેબ્રુઆરી, 2021માં શરૂ થઇ ચૂક્યું છે. જો કે હજુ ગેમની રિલીઝ ડેટને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.