- PUBGના દિવાના માટે ખુશખબર
- PUBG: New State વિશ્વભરમાં થઇ લૉન્ચ
- PUBG: New Stateને ડાઉનલોડ કરીને રમવા માટે ફોનનું Android 6.0 Marshmallow અથવા તેની ઉપરના OS વર્ઝન પર ચાલવું જરૂરી
નવી દિલ્હી: અગાઉ સરકારે PUBG પર લગાડેલા પ્રતિબંધ બાદ હવે PUBGના દિવાના માટે ખુશખબર છે. હવે નવા અવતાર સાથે PUBG લોન્ચ થઇ ચૂકી છે. PUBG: New State ભારત સહિત વિશ્વભરમાં ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ માટે હવે ઉપલબ્ધ છે. ડાઉનલોડિંગ માટે ઉપલબ્ધ હોવા છતાં હાલમાં સર્વરમાં સમસ્યા હોવાથી યૂઝર્સ ગેમ રમવામાં અસમર્થ છે અને iOS વર્ઝનમાં પણ લોન્ચિંગમાં વધુ સમય વ્યર્થ જઇ રહ્યો છે.
એન્ડ્રોઇડ પર ડાઉનલોડ કરવા માટે કંપનીએ તેને ઉપલબ્ધ કરાવી હતી પરંતુ સર્વરમાં મુશ્કેલીને કારણે તેને લોન્ચ ટાઇમને 9.30 amથી વધારીને 11.30 am IST કરી નાખ્યો છે. એટલે કે યૂઝર્સે આ ગેમ એન્ડ્રોઇડમાં ડાઉનલોડ કરી દીધી છે, તેઓ 11.30 am ISTથી જ ગેમની મજા લઇ શકશે.
ગૂગલ પ્લે સ્ટોર પર PUBG: New State માટે ‘Install’ બટન જોઈ શકાય છે. એટલે કે યુઝર્સ પોતાના ફોનમાં ગેમને હમણાં જ ડાઉનલોડ કરી શકે છે. જોકે, ભારતીય સમય મુજબ 11.30 amથી યુઝર્સ ગેમ રમી શકશે. આ જાણકારી કંપનીએ ટ્વિટર પર આપી છે.
PUBG: New Stateને ડાઉનલોડ કરીને રમવા માટે ફોનનું Android 6.0 Marshmallow અથવા તેની ઉપરના OS વર્ઝન પર ચાલવું જરૂરી છે. સાથે જ અહીં 64-bit પ્રોસેસર અને 2 GB રેમ હોવી પણ જરૂરી છે. ગેમની સાઈઝ 1.4 GB છે. એવામાં ધ્યાન રાખવું પડશે કે તમારા ફોનમાં ઘણી સ્પેસ હોય.
આપને જણાવી દઇએ કે, આ ગેમનું સેટ અપ ફ્યુચરિસ્ટિક છે. તેને 2051માં સેટ કરવામાં આવી છે. આ PUBG યુનિવર્સનું ફ્યુચર દર્શાવે છે. તેમાં વધુ સારા ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે.
આ ગેમની રસપ્રદ વાત એ છે કે, ગેમના વેપન્સ અને અન્ય આઇટમ્સ તેને થોડું અલગ પણ બનાવે છે. તમે ગમેમાં ડ્રોન્સનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે જ પોતાના લૂટ અને વેપન્સને પણ વ્હીકલના ટ્રંકમાં સ્ટોર પણ કરી શકો છો.