Site icon Revoi.in

રેનસમવેરથી ભારત સતત પ્રભાવિત, 140 દેશોની યાદીમાં છઠ્ઠા ક્રમાંકે

Social Share

નવી દિલ્હી: ટેક્નોલોજીની સાથોસાથ હેકિંગની ઘટનાઓ પણ સતત વધી રહી છે. આ જ સંદર્ભે ગૂગલે છેલ્લા દોઢ વર્ષમાં 8 કરોડથી વધુ રેન્સમવેર સેમ્પલનું વિશ્લેષણ કર્યું છે. તે અનુસાર રેનસેમવેરથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ભારત છઠ્ઠા ક્રમાંકે છે. 140 દેશોની યાદીમાં ભારત છઠ્ઠા ક્રમાંકે છે. ઇઝરાયલ સૌથ વધુ પ્રભાવિત છે. યાદીમાં ત્યારબાદ દક્ષિણ કોરિયા, વિયેતનામ, ચીન, સિંગાપોર, ભારત, કજાકિસ્તાન, ફિલિપીન્સ, ઇરાન અને યૂકે સૌથી વધુ પ્રભાવિત થનારા 10 દેશોમાં સામેલ છે.

વર્ષ 2012માં ગૂગલે વાયરસ ટોટલને હસ્તગત કર્યું હતું. વાયરસ ટોટલના હેડ અનુસાર, રેનસમવેર-એ-સર્વિસ ગ્રુપ ગેન્ડક્રેબને કારણે વર્ષ 2020ના પ્રથમ બે ક્વાર્ટરમાં રેન્સમવેર એક્ટિવિટી વધુ જોવા મળી છે.

વર્ષ 2020માં રેનસમવેરની સક્રિયતા વિશે વાત કરીએ તો ઓછામાં ઓછા 130 અલગ અલગ રેનસમવેર એક્ટિવ હતા અને વર્ષ 2021ના પ્રથમ ભાગમાં માલવેરના 30,000 ગ્રુપ મળી આવ્યા હતા. જે સમાન રીતે જોવામાં અને ચલાવવામાં આવતા હતા. હુમલાખોરો બોટનેટ માલવેર અને રિમોટ એક્સેસ ટ્રોજનથી રેનસમવેરને વ્યાપકપણે ફેલાવી રહ્યાં છે.