- મોબાઇલમાંથી ફટાફાટ આ એપ ડીલિટ કરો
- આ એપથી પૈસા અને યૂઝર્સ ડેટા ચોરાય છે
- ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્સ હટાવાઇ છે
નવી દિલ્હી: જેમ જેમ વિશ્વ વધુને વધુ ડિજીટલ તરફ પ્રયાણ કરી રહ્યું છે તેમ તેમ ઑનલાઇન ફ્રોડ પણ સતત વધી રહ્યા છે. તેના કારણે પણ સતત ચિંતા વધી રહી છે.
ગૂગલ પ્લે સ્ટોર પર દૈનિક ધોરણે મોટા પાયે એપ અપલોડ થઇ રહે છે જો કે કેટલીક એપ્સ એવી છે જે યૂઝર્સના ડેટા તેમજ પૈસા બંને ચોરી કરી લે છે. ગૂગલે થોડા સમય પહેલા જ આ પ્રકારની જોખમી એપ્સ વિરુદ્વ કાર્યવાહી કરતા આ એપ્સને પ્લે સ્ટોરમાંથી દૂર કરી હતી. યૂઝર્સની ફરિયાદ બાદ હવે ગૂગલે ફરીથી આ પ્રકારની એપ્સ વિરુદ્વ એક્શન લેતા તેને પ્લે સ્ટોરમાંથી હટાવી છે.
સિક્યોરિટી ફર્મ Trend Microએ ક્રિપ્ટોકરન્સી માઇનિંગ કરી રહેલી એપ્સ પર સ્ટડીકરી હતી. તેના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, કેટલીક એપ ક્રિપ્ટોકરન્સી માઇનિંગના નામ પર યૂઝર્સની સાથે છેતરપિંડી કરી રહી છે.
જે એપ્સને હટાવાઇ છે તેમાં Ethereum (ETH)-Pool Mining Cloud એપ પણ સામેલ હતી. આ એપ રેવેન્યુ આપવાના નામ પર યૂઝર્સને જાહેરાત દેખાડતી હતી. તેમાં માઇનિંગ ક્ષમતા વધારવા માટે યૂઝર્સને આ એપ્લિકેશનમાં ખરીદી કરવા માટે કહેવામાં આવતું હતું.
આશ્ચર્યની વાત એ છે કે, આ એપ્સ ખરીદીની કિંમત 14.99 ડોલર એટલે કે, 1,095 રૂપિયાથી લઇને 13,870 રૂપિયા સુધી હોય છે. વશમાં આવીને માત્ર પૈસા ખર્ચ કરવા જતા રહે છે. જો કે, તેનાથી કોઈ ખાસ ફાયદો થતો નથી. તેથી આ એપ તાત્કાલિક ડીલિટ કરવા માટે યૂઝર્સને સૂચન કરવામાં આવ્યું છે.