Site icon Revoi.in

મોસ્કોની કોર્ટે ગૂગલ પર ફટકાર્યો 750 કરોડ રૂપિયાનો મસમોટો દંડ, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: ગૂગલ પર અગાઉ થયેલો દંડ બાદ ફરી એકવાર ગૂગલ પર મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. મોસ્કોની એક કોર્ટે ગેરકાયદેસર સામગ્રી હટાવવામાં વારંવાર નિષ્ફળ રહેતા ગૂગલ સામે કાર્યવાહી કરતા તેને ભારે દંડ ફટકાર્યો હતો. રશિયાના એક અધિકારીએ ગૂગલ પર નિયમોનું પાલન કરવા દબાણ કર્યું હતું છતાં ગૂગલે પાલન ના કરતા કોર્ટને દંડ કરવાની ફરજ પડી હતી.

અમેરિકન કંપની પર 7.2 બિલિયન રૂબેલ્સનો દંડ ફટકારવામાં આવ્યો. રશિયાએ હાલમાં વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ પર સામગ્રીને યોગ્ય રીતે મોડરેટ ના કરવા અને દેશના કેસમાં દખલ કરવાનો આરોપમાં દંડ ફટકાર્યો છે.

અત્રે જણાવવાનું કે, મેટા, ટ્વિટર, ગૂગલ અને અન્ય વિદેશી ટેક દિગ્ગજો પર બિલિયન્સમાં નહીં, પરંતુ મિલિયન્સ રૂબલ સુધી દંડ ફટકારવામાં આવ્યો. મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે દંડની રકમ Googleની વાર્ષિક આવકની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવી હતી. Meta જેની આજે બાદમાં એ આરોપો હેઠળ કોર્ટમાં સુનાવણી થઇ રહી છે.