- હવે વોટ્સએપને ટક્કર આપવા આવી ગઇ છે સ્વદેશી એપ Sandes
- NIC, ઇલેક્ટ્રોનિક્સ-સૂચના મંત્રાલયે આ એપ ડેવલોપ કરી છે
- આ એક ક્લાઉડ સક્ષમ પ્લેટફોર્મ છે
નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે ત્યારે હવે ભારતમાં તેને ટક્કર આપવા માટે સ્વદેશી એપ સેંડ્સ આવી ચૂકી છે. NIC, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયે સેંડ્સ ઇન્સટેન્ટ મેસેજ પ્લેટફોર્મ નિર્મિત કર્યું છે. આ એક ક્લાઉડ સક્ષમ પ્લેટફોર્મ છે જેને સરકારી ઇંફ્રાસ્ટ્રક્ચર પર હોસ્ટ કરવામાં આવ્યું છે જેથી ટેકનિકલ કંટ્રોલ ભારત સરકાર હસ્તક રહેશે.
આ એપમાં વન ટૂ વન અને ગ્રૂપ મેસેજિંગ, ફાઇલ અને મીડિયા શેરિંગ, ઑડિયો વીડિયો કૉલ ઇ-ગર્વન્સ એપ્લિકેશન ઇન્ટિગ્રેશ વગેરે જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હાલમાં આ એપ ગૂગલ પ્લે સ્ટોર તેમજ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.
યૂઝર્સ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદેહી સુનિશ્વિત કરવા માટે અને યૂઝર્સ સુરક્ષાને વધારવા માટે સરકારે આ અધિનિયમ હેઠળ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમ 2021 ને અધિસૂચિત કર્યા છે, જે સોશિયલ મીડિયા મધ્યસ્થો સહિત તમામ મધ્યસ્થો દ્વારા તત્પરતાનું અનુપાલન કરવાને વિનિર્ધારિત કરે છે.
આ નિયમોમાં ફેસબુક, ટ્વિટર વગેરે જેવા મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયરીઝ દ્વારા અનુપાલન કરનાર વધારાની સાવધાની વર્તવાની પણ જોગવાઇ છે.