Site icon Revoi.in

સ્માર્ટફોનમાં સ્ક્રીનગાર્ડ લગાવતા પહેલા આ માહિતી જાણો અને ફોનને સુરક્ષિત રાખો

Social Share

નવી દિલ્હી: કોઇપણ વ્યક્તિ નવા સ્માર્ટફોનની ખરીદી સાથે જ સૌથી પહેલું કામ તેની સ્ક્રિનને સુરક્ષિત કરવા માટે ટેમ્પર્ડ ગ્લાસ લગાવવાનું કરે છે. જો કે ખૂબ ઓછા લોકો એવા છે જે આ માહિતીથી અજાણ છે કે સ્ક્રીન ગાર્ડ સ્માર્ટફોનને નુકસાન પહોંચાડે છે. તેનાથી કોલિંગમાં તકલીફ થવા ઉપરાંત યૂઝર્સને લાગે છે કે તેમનો ફોન ડેમેજ થઇ ગયો છે. આજે અમે આપને આ અંગે જણાવીશું.

અત્યારે જે સ્માર્ટફોન આવે છે તેમાં આધુનિક ટચ ડિસપ્લે આપવામાં આવે છે જે અંતર્ગત એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર હોય છે. પરંતુ જ્યારે આપણે આપણા ફોન પર સ્ક્રીનગાર્ડ મૂકીએ છીએ ત્યારે આ સેન્સર બ્લોક થઇ જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. આને કારણે, ફોન કૉલ દરમિયાન સ્ક્રીન લાઇટ હેરાન કરે છે. વાત કરતી વખતે પણ તમારા ફોનમાં બીજી એપ ખુલે છે.

હવે અહીંયા કેટલાક લોકોના મનમાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આવી સ્થિતિમાં શું કરવું જોઇએ જેથી ફોનનું સેન્સર બ્લોક ના થાય અને ડિસપ્લે પણ સુરક્ષિત રહે? તો જાણી લો કે આ સમસ્યા મોટા ભાગે તે સ્માર્ટફોનમાં આવે છે જેમાં હલકી ક્વોલિટીના સ્ક્રીનગાર્ડ લગાવવામાં આવે છે. ભારતમાં તેની સંખ્યા વધુ છે.

તેથી નિષ્ણાંતો હરહંમેશ સારી ગુણવત્તા ધરાવતા સ્ક્રીનગાર્ડનું જ સૂચન કરે છે. હવે જ્યારે પણ ફોનની ખરીદી કરો ત્યારે તે જ કંપની પાસેથી સ્ક્રીન પ્રોટેક્ટર ખરીદવાનો આગ્રહ રાખો. આનું કારણ એ છે કે કંપનીઓ સેન્સર ક્યાં લાગેલુ છે તે અંગે જાણતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને જ કંપનીઓ સ્ક્રીનગાર્ડ તૈયાર કરે છે.

જ્યારે તમે તડકામાં જાઓ છો, ત્યારે તમારા સ્માર્ટફોનની સ્ક્રિન લાઈટ આપોઆપ લાઈટ અનુસાર એડજસ્ટ થઈ જાય છે. આ એમ્બિયન્ટ લાઇટ સેન્સરના કારણે છે. તે જ સમયે, જો ફોન ઓછી પ્રકાશવાળી જગ્યા પર હોય, તો ફોનનો પ્રકાશ આપમેળે ઘટતો જાય છે.