Site icon Revoi.in

સેબીએ હવે ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, આ રીતે વોટ્સએપ-ટેલિગ્રામથી નોટિસ મોકલશે

Social Share

નવી દિલ્હી: ભારતીય બજાર નિયામક સેબી હવે હાઇટેક તરફ વળી છે. હવે શો-કોઝ નોટિસ, સમન્સ કે આદેશો વોટ્સએપ, ટેલિગ્રામ જેવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ મારફતે મોકલવાની તૈયારી કરી રહી છે. આ પદ્વતિથી સમયનો બગાડ પણ અટકશે તેમજ ઝડપથી નોટિસ પહોંચી શકશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આવા મેસેજિંગ પ્લેટફોર્મ મારફતે ઝડપથી અને યોગ્ય રીતે નોટિસ સમન્સ સંબંધિત વ્યક્તિને પ્રાપ્ત થશે. ઉપરાંત ઇમેલ, રજીસ્ટર્ડ પોસ્ટ અને કુરિયરની સાથે ફેક્સ પણ મોકલાશે. સમયાંતરે સેબી ટેકનોલોજી મુજબ કાર્ય પદ્વતિમાં ફેરફાર કરી રહી છે. નવા ફેરફારમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ સમાવિષ્ટ છે.

મહત્વનું છે કે, 11 જુલાઇ, 2020ના રોજ સુપ્રીમ કોર્ટે પણ નોટિસ અને સમન્સને વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ પ્લેટફોર્મ મારફતે મોકલવા સહમતિ વ્યક્ત કરી હતી. અલબત્ત તેની સાથે જ ઇમેલ અને અન્ય માધ્યમથી પણ નોટિસ-સમન્સ મોકલવાના રહેશે.