Site icon Revoi.in

સ્કાયમેટ વેધરની મોબાઇલ એપ્લિકેશન, જે આપશે આ તમામ જાણકારી

Social Share

નવી દિલ્હી: હવે માત્ર એક એપથી યૂઝર ભારતના 400થી વધુ સ્થળોની વાયુ ગુણવત્તા સૂચકાંકને જાણી શકશે. જી હા. આ હકીકત છે. હકીકતમાં, ભારતની વેધર એનાલિટીક્સ ફર્મ સ્કાયમેટ વેધરે આવી એક મોબાઇલ એપ લૉન્ચ કરી છે. તેનાથી PM 2.5 તેમજ PM 10ની રિયલ ટાઇમ વેલ્યૂ પણ જાણી શકાશે. એક વિશિષ્ટ સ્થાન પર ડેટાના આધાર પર આ એપ્લિકેશન સલાહ, PMના પૂર્વાનુમાન ડેટા અને વ્યક્તિગત સ્વાસ્થ્ય ભલામણ પણ પ્રદાન કરશે. ગૂગલ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકાશે. આ એપથી પ્રદૂષણના સ્તર વિશે જાણકારી પ્રાપ્ત થશે.

આ એપની વિશેષતા એ છે કે તેનાથી રિયલ ટાઇમ AQI વેલ્યૂમાં કન્ટ્રીબ્યૂટ કરતાં અનેક પેરામીટર્સ પ્રોવાઇડ કરે છે. જેનાથી ડેટાની સરખામણી કરી શકાય છે.

સ્કાયમેટ વેધરમાં પહેલેથી જ દેશના અનેક સ્થળોએ 400થી વધુ આઉટડોર Air Quality sensors સ્થાપિત કરવામાં આવ્યા છે. દિલ્હી/NCRમાં શિયાળાની સિઝનમાં વાયુ પ્રદૂષણ સૌથી મોટું જોખમ છે. આ એપ્લિકેશનની મદદથી યૂઝર્સ પોતાની દૈનિક જરૂરિયાત વિશે માહિતી આપે છે.

જે યૂઝર્સને ફેસ માસ્ક, એયર પ્યોરિફાયર, આઉટડોર એક્ટિવિટીઝ અંગે સલાહ આપે છે. આ એડવાઈઝરીની મદદથી યૂઝર્સ એક્સરસાઈઝ રૂટીન અને અવર જવર માટેના રૂટ વિશે પ્લાનિંગ કરી શકે છે. આ એપ્લિકેશન યૂઝર્સને 50થી વધુ લોકેશનના તાપમાન, વરસાદ અને હ્યુમિડિટી અંગેનો ડેટા પ્રદાન કરે છે.

આ એપ્લિકેશનની મદદથી તમામ લોકો પ્રદૂષણના સ્તર વિશેની જાણકારી મેળવી શકશે અને પોતાના પરિવારજનોને સુરક્ષિત રાખી શકશે.