- સતત ઓછી થતી બેટરીથી પરેશાન છો
- તો અહીંયા આપેલી ટેકનિકથી ફટાફટ ફોન ચાર્જ કરો
- આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો
નવી દિલ્હી: આજે લગભગ દરેક કામકાજ માટે સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે. જો કે સ્માર્ટફોનની ખરીદી કરવા સમયે જે સૌથી અગત્યની બાબત હોય તો તે છે સ્માર્ટફોનની બેટરી લાઇફ. અત્યારે તો ફાસ્ટ ચાર્જિંગની સુવિધા ધરાવતા સ્માર્ટફોન્સ મળે છે પરંતુ જેમ સ્માર્ટફોનની આવરદા ઘટે છે તેમ તેમ ચાર્જિંગ પણ ધીમું પડવા લાગે છે. આજે અમે આપને એવી ટેકનિક બતાવીશું જેનાથી તમે મોબાઇલને ફાસ્ટ ચાર્જ કરી શકશો.
દરેક સ્માર્ટફોનમાં એવી તકનિક આપેલી હોય છે જેનાથી સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જ થાય છે. સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં જાઓ અને ત્યારબાદ અબાઉટ ફોનમાં જાઓ. બાદમાં ઓપ્શનની અંદર સ્ક્રોલ કરતાં અંદર છેલ્લે તમને બિલ્ડ નંબરનો ઑપ્શન જોવા મળશે.
જો આ ઑપ્શન પર જઇને તમે સાત કે આઠવાર ક્લિક કરશો એટલે ડેવલપર ઑપશન્સનું પેજ ખુલશે. અહીંયા તમને સ્માર્ટફોનથી જોડાયેલી અનેક સેટિંગ્સ મળશે. અહીંયા આપને નેટવર્કિંગનો ઓપ્શન જોવા મળશે. જેમાં સિલેક્ટ યૂએસબી કન્ફીગરેશન જોવા મળશે. આ ઓપ્શન પર ક્લિક કરતા જ તમને જોવા મળશે કે એમટીપી ઑપ્શન પહેલાથી જ પસંદ કરેલો છે. અહીંયા તમારે ચાર્જિંગ સિલેક્ટ કરવાનું રહેશે.
તમને થશે કે આ ઑપ્શન પર ક્લિક કરવાથી ફાસ્ટ ચાર્જિંગ કેવી રીતે શક્ય બનશે. આ તકનિકથી ફાસ્ટ ચાર્જિંગ એક્ટિવેટ થઇ જશે. અત્યારે આપણે જે મીડિયા ટ્રાન્સફર પ્રોટોકોલના ડિફોલ્ટ ઓપ્શનને હટાવીને ચાર્જિંગને સિલેક્ટ કર્યું હતું, તેનાથી ફોન ચાર્જ કરવા સમયે તે ઓપ્શન પર વધુ ધ્યાન આપે છે અને તને પહેલા રીડ કરે છે. આ રીતે ચાર્જિંગનો વિકલ્પ પસંદ કરવાથી ફોન ચાર્જિંગને પ્રાથમિકતા મળશે અને ફોન ફટાફટ ચાર્જ થશે.