- હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેક પ્રોફાઇલ પર લાગશે લગામ
- હવે ફરિયાદના 24 કલાકમાં જ બંધ થઇ જશે ફેક એકાઉન્ટ
- સોશિયલ મીડિયા માટેના નવા IT નિયમોમાં તેની જોગવાઇ છે
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નવા નિયમો લાવી રહી છે. હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોવા મળતી ફેક પ્રોફાઇલ્સ પર લગામ લાગશે. નવા IT નિયમો હેઠળ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને 24 કલાકની અંદર ફેક પ્રોફાઇલ બંધ કરવાનાં આદેશ આપ્યા છે. તેથી હવે આ પ્લેટફોર્મ્સ પર લોકપ્રિય વ્યક્તિત્વ, પ્રભાવશાળી વ્યક્તિઓ કે ફેમસ બિઝનેસમેન કે પછી સામાન્ય વ્યક્તિ પણ ફેક પ્રોફાઇલ પર રોક લગાવી શકશે.
આપણે ઉદાહરણ લઇ તો જો કોઇ વ્યક્તિ ફોલોઅર્સ વધારવા માટે પોતાની પ્રોફાઇલમાં ફેમસ ફિલ્મ એક્ટર, ક્રિકેટર કે કોઇ રાજકારણીના તસવીરનો ઉપયોગ કરે છે. એવામાં સંબંધિત વ્યક્તિએ તેની તસવીરનો પ્રયોગ કરવાનો રહેશે. આપત્તિ હોય તો ફરિયાદ કરી શકે છે. તેને નવા IT નિયમોમાં સામેલ કરાયા છે. એવામાં જો કોઇ વ્યક્તિ કે જે તે વ્યક્તિ કે સંસ્થા વિરુદ્વ ફરિયાદ કરે છે તો તે ફરિયાદનું નિવારણ સોશિયલ મીડિયા કંપનીઓએ કરવાનું રહેશે.
સોશિયલ મીડિયા પ્લેટફર્મ્સ પર ફેમસ પર્સનાલિટીઝ, પ્રભાવશાળી વ્યક્તિઓ કે પ્રખ્યાત બિઝનેસમેનની ફેક પ્રોફાઇલ મોટી સમસ્યા છે. આવા ફેક અકાઉન્ટ બનાવવા પાછળ અલગ અલગ કારણ હોઇ શકે છે. આ પ્યોર પ્લે પેરોડી અકાઉન્ટથી લઇ મસ્તી કે પછી અપરાધ કે પછી નાણાકીય છેતરપીંડી કરવા માટે બનાવવામાં આવી શક્યા હોય છે.
આવા કેટલાંક એકાઉન્ટ તો લોકપ્રિય હસ્તીઓનાં ફેન્સ દ્વારા અથવા તો કેટલાક બોટ્સના માધ્યમથી ચાલે છે. એક લોકપ્રિય વ્યક્તિત્વની છબીને પોતાના પ્રોફાઇલ માટે ઉપયોગ કરવા ઉપરાંત મૂળ તસવીરને મોર્ફ કરીને સેલિબ્રિટી/રાજનેતાની તસવીરમાં તેમની છબીને જોડી દે છે.
એક વેરિફાઇડ અકાઉન્ટ અંગે જાણાકારી સીમિત છે. ઘણાં યૂઝર્સને માલૂમ નથી કે ટ્વિટર પર એક બ્યૂ ટિક, એક વેરિફાઇ કરવામાં આવેલું અકાઉન્ટ દર્શાવે છે. નવાં IT નિયમ ઉપયોગકર્તાઓ તેમનાં ખાતાને વેરિફાય કરવાનાં વિકલ્પ આપે છે.