ફેસબૂકને લાગ્યો તગડો ઝટકો, બ્રિટને આ કારણોસર ફટકાર્યો 50 મિલિયન પાઉન્ડનો દંડ
- ફેસબૂકને લાગ્યો મોટો ઝટકો
- બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો દંડ ફટકાર્યો
- માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકાર્યો દંડ
નવી દિલ્હી: ફેસબૂકને મોટો ઝટકો લાગ્યો છે. ફેસબૂકને માહિતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો તગડો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, બ્રિટનના કમ્ટિટીશન રેગ્યુલેટરે ફેસબૂકને 520 કરોડથી પણ વધુનો દંડ ફટકાર્યો છે. આ અંગે બ્રિટનની સંસ્થાએ જણાવ્યું કે, GIF પ્લેટફોર્મ Giphyની ખરીદીમાં ફેસબૂકે કેટલાક માહિતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તપાસમાં આ માહિતી બહાર આવતા ફેસબૂક વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી છે.
બ્રિટનના કમ્પિટીશન રેગ્યુલેટરે આ અંગે જણાવ્યું કે, ફેસબૂકે ઇરાદાપૂર્વક આ માહિતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેણે કહ્યું કે તેઓ કોઇ કાયદાથી પર નથી.
નોંધનીય છે કે થોડાક દિવસો પહેલા એવા અહેવાલ વહેતા થયા હતા કે ફેસબૂક એક નવી કંપનીની સાથે રિબ્રાન્ડ કરવાની યોજના પર કામ કરી રહી છે જે મેટાવર્ક પર કેન્દ્રીત છે. ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ 28 ઑક્ટોબરના રોજ કંપનીના કનેક્ટ સંમેલનમાં તેને લઇને જાહેરાત કરે તેવી શક્યતા છે.