1. Home
  2. ગુજરાતી
  3. Windows 10 અને Android યૂઝર્સ થઇ જાઓ સાવધ, Bluetoothમાં મળ્યો આ બગ
Windows 10 અને Android યૂઝર્સ થઇ જાઓ સાવધ, Bluetoothમાં મળ્યો આ બગ

Windows 10 અને Android યૂઝર્સ થઇ જાઓ સાવધ, Bluetoothમાં મળ્યો આ બગ

0
Social Share
  • Windows 10 અને Android યૂઝર્સ થઇ જાઓ સાવધ
  • Bluetooth માં રહેલ બગ તમારી સિસ્ટમને કરી શકે છે પ્રભાવિત
  • સિક્યોરિટી એક્સપર્ટ અનુસાર આમાં 16 વલ્નેરેબિલિટી મળી આવી છે

નવી દિલ્હી: જો તમે પણ Windows 10ના યૂઝર્સ છો તો તમારે સાવધ થઇ જવાની જરૂર છે. Windows 10 અને એન્ડ્રોઇઝ યૂઝર્સને Bluetoothમાં ખામીઓને કારણે સાવધ રહેવાની આવશ્યકતા છે. સિક્યોરિટી એક્સપર્ટ અનુસાર આમાં 16 વલ્નેરેબિલિટી મળી આવી છે. આ વલ્નરેબિલિટીને BrakTooth નામ અપાયું છે. તેનાથી અનેક ડિવાઇઝ પ્રભાવિત થઇ છે.

પ્રાપ્ત વિગત અનુસાર તેનાથી Bluetoothથી એક્સટર્નલ કનેક્ટ થનારી ડિવાઇઝ જેમ કે સ્પીકર્સ, હેડફોન્સ, માઉસ, કીબોર્ડ અને અન્ય ડિવાઇઝ પ્રભાવિત થયા છે. આ ખામીને કારણે ચીપ્સ નિર્માતા કંપની જેવી કે Qualcomm, Intel અને Texas Instrumentsને પણ અસર થઇ છે. આ ચીપ્સનો ઉપયોગ અનેક નિર્માતા કંપનીઓ કરે છે.

સિંગાપોર યુનિવર્સિટીના એક રિપોર્ટ અનુસાર આ બગ્સ કમ સે કમ 1400 એમ્બેડેડ ચીપ્સ કોમ્પોનેન્ટ્સ પર મળી આવ્યા છે. આ બગથી અનેક ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવા કે સ્માર્ટફોન્સ, લેપટોપ્સ અને સ્માર્ટહોમ ગેજેટ્સ પ્રભાવિત થયા છે. આ તમામ બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે. 1 બિલિયનથી વધુ બ્લૂટૂથ આધારિત ડિવાઇઝ પ્રભાવિત થઇ છે.

આપને જણાવી દઇએ કે કેટલીક ડિવાઇઝમાં ક્રાફ્ટેડ પેકેટ મોકલાય છે ત્યારે તે ક્રેશ કરી જાય છે. આને સિંપલ રિસ્ટાર્ટથી ઠીક કરી શકાય છે. આનો ફાયદો ઉઠાવીને હેકર્સ મેલેશિયસ કોડને રિમોટલી રન કરી શકે છે. તેનાથી ડિવાઇઝમાં મેલવેરને પણ ઇન્સ્ટોલ કરી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code