- ક્રેડિટ કાર્ડથી અમુક વસ્તુઓ પર પેમેન્ટ નથી થઇ શકતું
- RBIએ કેટલાક પ્રકારના પેમેન્ટ્સ પર લગાવી છે રોક
- કેશલેસ થતાની સાથે જ ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે
નવી દિલ્હી: આજે લગભગ મોટા ભાગના લોકો ક્રેડિટ કાર્ડનો વપરાશ કરતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે તમે દરેક પ્રકારનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી નથી કરી શકતા. અમુક ખાસ પ્રકારના પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરવા પર ભારતીય રિઝર્વ બેંકે પ્રતિબંધ મૂક્યો છે. કેશલેસ થતાની સાથે જ ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે.
આજે શોપિંગ, ટ્રાવેલિંગ જેવા કામોમા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ઘણી વખત એકાઉન્ટમાં રૂપિયા ના હોવાને કારણે મુશ્કેલ સમયમાં લોકો ક્રેડિટ કાર્ડ પર લોન પણ લે છે. જો લોનની રકમ વધારે ના હોય તો લોન સરળતાપૂર્વક મળી રહે છે.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દરેક લોકો કરે છે પરંતુ તેનાથી જોડાયેલા કેટલાક નિયમોથી ખૂબ ઓછા લોકો માહિતગાર હોય છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અમૂક પેમેન્ટ માટે શક્ય નથી. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ અમુક ખાસ પેમેન્ટ્સ પર ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
RBIએ ક્રેડિટ કાર્ડથી આ વસ્તુઓના પેમેન્ટ પર રોક લગાવી છે.
1 ફોરેક્સ ટ્રેડિંગ
2 લોટરી ટિકિટની ખરીદી
3 કોલ બેંક સર્વિસેઝ
4 બેટિંગ (સટ્ટાબાજી)
5 સ્વીપસ્ટેક્સ (ઘોડાની રેસ પર રૂપિયા લગાવવા)
6 સટ્ટા સાથે જોડાયેલા ટ્રાન્જેક્શન
7 પ્રતિબંધિત મેગઝીન્સની ખરીદીનો પણ સમાવેશ થાય છે.
SBIએ પણ પોતાના ગ્રાહકોને RBIની આ ગાઇડલાઇન્સથી માહિતગાર કર્યા છે. આ મેલમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક વિદેશી ફોરેક્સ ટ્રેડિંગ મરચન્ટ, કસીનો, હોટલ અને વેબસાઇટ છે જે તમને આ સેવાઓ માટે પોતાના ક્રેડિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરવાનું કહે છે પરંતુ તે પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી નથી કરવું.
વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ, 1999 (Foreign Exchange Management Act, 1999) અને અન્ય લાગેલા નિયમો અંતર્ગત જણાવવામાં આવેલી જગ્યાઓ પર ખરીદી માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર પ્રતિબંધ છે. ભારતીય રિઝર્વ બેન્કે પોતાના નિયમોમાં કહ્યું છે કે આ નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્ડ ધારકને ગુનેગાર ગણવામાં આવશે.