નવી દિલ્હી: જો તમે પણ એક સક્રિય ફેસબૂક યૂઝર છો તો તમે પણ વારંવાર પોસ્ટ્સ અને કોમેન્ટ્સ ચોક્કસપણે કરતા હશો. જો કે ક્યારેક તમારી એક ભૂલથી કરાયેલી ખોટી કોમેન્ટ તમને જેલ ભેગા કરી શકે છે.
ફેસબૂકમાં ઘણી વખત કેટલાક શખ્સો બીજીના પોસ્ટ પર ખોટી કોમેન્ટ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની કોમેન્ટ્સ પર નિયંત્રણો માટે ખાસ પગલાં લેવામાં આવતા હોય છે. આવી કોમેન્ટ્સ પર પ્રતિબંધ લગાવવા માટે જ્યારે હવે આઇટલી સેલ તરફથી પગલાં ઉઠાવવામાં આવ્યા છે.
જો તમે પણ આવી કોમેન્ટ્સ કરશો તો થશે કાર્યવાહી
જો કોઇ યૂઝર ફેસબૂકમાં કોમેન્ટ્સમાં અપશબ્દો લખે છે તો તેના વિરુદ્વ કાર્યવાહી થઇ શકે છે. કેટલાક લોકોને સોશિયલ મીડિયા પર અપશબ્દો લખવાની આદત હોય છે અને તેઓને એવું લાગે છે તેના વિરુદ્વ કોઇ કાર્યવાહી થશે નહીં, પરંતુ ક્યારેક આ પ્રકારના શબ્દો યૂઝરને જેલ ભેગા કરી શકે છે.
ક્યારેક લોકો કોઇ ધર્મ વિશે અથવા જાતિવાદી કોમેન્ટ્સ કરતા હોય છે. જેના વિરુદ્વ પણ કડક કાર્યવાહી થઇ શકે છે. આ પ્રકારની કોમેન્ટ્સ સોશિયલ મીડિયા પર લોકોની ધાર્મિક લાગણી પણ દુભાવતી હોય છે. જો એવામાં કોઇ આ પ્રકારની ધર્મ અંગેની કોમેન્ટ્સ કરે તો તેના વિરુદ્વ એક્શન લેવાય છે.
તે ઉપરાંત જો કોઇ યૂઝર કોમેન્ટમાં અશ્લિલ ફોટો પોસ્ટ કરે છે તો તે જેલ ભેગો થશે. ખરેખર, કોમેન્ટ સેક્શનમાં ફોટો એડ કરવાનો પણ ઓપ્શન હોય છે. કેટલાક લોકો કોઇ પોસ્ટ પર કોમેન્ટ કરતી વખતે અશ્લિલ ફોટો પણ પોસ્ટ કરે છે. આવી કોમેન્ટ્સ વિરુદ્વ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર પ્રાઇવસી એ દરેકનો અધિકાર છે. આ વચ્ચે જો કોઇ વ્યક્તિને તમારી કોમેન્ટ્સથી પરેશાની હોય કે મુશ્કેલી થતી હોય અને તેઓ ઇચ્છે કે તમે કોમેન્ટ ના કરો અને તેમ છતાં તમે કોમેન્ટ્સ કરી રહ્યાં છો તો તમારી સામે દંડાત્મક પગલાં લેવાઇ શકે છે. જો આઇટી સેલમાં કેસ નોંધાય તો તમારે જેલ જવાની પણ નોબત આવી શકે છે.