Site icon Revoi.in

ભૂલથી પણ ના કરશો આ ચાર ભૂલો, બાકી ફોન બગડી જશે

Social Share

નવી દિલ્હી: આજે સ્માર્ટફોન જીવનની દરેક પળ પર સૌ પાસે જોવા મળતો હોય છે. આજે સ્માર્ટફોન આપણા એક સાથીદાર જેવો ભાગ ભજવી રહ્યો છે. મોટા ભાગના કામકાજ માટે પણ હવે લોકો સ્માર્ટફોનનો જ ઉપયોગ વધુ કરતા થયા છે. ફોનમાં લોકો પોતાનો અંગત ડેટા પણ રાખતા હોય છે.

જો કે સમયાંતરે લોકો કેટલીક એવી ભૂલો પણ કરતા હોય છે જેને કારણે મોબાઇલ ખૂબ ઝડપથી બગડી જાય છે. પરંતુ સમાર્ટફોન યૂઝર્સ આવી ભૂલો વારંવાર કરે છે, જેની અસર તેમના ફોન પર ઝડપથી દેખાવા લાગે છે. જો કે યૂઝર્સ જાગૃત થઇને કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો ફોનને બગડતા અટકાવી શકે છે.

સ્માર્ટફોનને આ રીતે સાચવો

ફોન કવરનો ઉપયોગ

ફોનને સુરક્ષિત રાખવા માટે ફોન કવરનો ઉપયોગ સુનિશ્વિત કરવો જોઇએ. તેનાથી ફોન સુંદર લાગવા ઉપરાંત તેની સુરક્ષા પણ થાય છે. ક્યારેક એવું પણ બને છે કે ઉતાવળમાં ફોન હાથમાંથી પડી જાય છે ત્યારે જો કવર લગાવેલું હોય તો ફોનને નુકસાન નથી થતું.

સ્ક્રીનગાર્ડ લગાવવું

ફોન લીધા બાદ સૌથી પહેલા તો ફોનની સ્ક્રીનને સ્ક્રેચ અને અન્ય ડાઘથી બચાવવી જરૂરી છે. તેથી જ સ્ક્રીનની સુરક્ષા માટે તેના પર સ્ક્રીનગાર્ડ લગાવવું જરૂરી છે.

ઓવર ચાર્જિંગ ટાળવું

મોટા ભાગના લોકો જરાક બેટરી ઓછી થાય ત્યાં જ ચાર્જિંગ કરવા દોડી જાય છે. તે ટાળવું જોઇએ. તેનાથી બેટરીને નુકસાન થવા ઉપરાંત વિસ્ફોટ પણ થઇ શકે છે.

આ વસ્તુઓને મોબાઇલથી દૂર રાખવી હિતાવહ

ક્યારેક આપણે ખિસ્સામાં સિક્કા કે ચાવી સાથે ફોન રાખીએ છીએ. તેનાથી સ્ક્રીન પર સ્ક્રેચ પડે છે અને બોડી પર નુકસાન થયા છે. તેથી ફોનને હંમેશા અલગ ખિસ્સામાં રાખવો ફાયદેમંદ છે.