Site icon Revoi.in

આ રીતે વોટ્સએપથી કોવિનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

Social Share

નવી દિલ્હી: આમ તો વોટ્સએપનો ઉપયોગ એકબીજા સાથે ચેટ કરવા, પેમેન્ટ કરવા, ફોટોઝ અને વીડિયો શેર કરવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તમે વોટ્સએપના માધ્યમથી કોવિન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે વેબસાઇટ ખોલવાની આવશ્યકતા નહીં રહે.

વોટ્સએપના માધ્યમથી તમે કોવિનની વર્ચ્યુઅલ કોપી મળે છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો અને ભવિષ્ય માટે તેને સાચવી પણ શકો છો. તને તેને ઇમેલ દ્વારા આગળ પણ મોકલી શકો છો. તે એક સોફ્ટ કોપી હોય છે, જેને કોઇપણ ડિજીટલ સ્પેસમાં સ્ટોર કરી શકાય છે.

આ રીતે કોવિન સર્ટિફિકેટ મેળવો

સૌ પ્રથમ તો વોટ્સએપ ખોલો

હવે સૌ પ્રથમ કોરોના હેલ્પડેસ્ક નંબર +91 9013151515 મોબાઇલમાં સેવ કરો

ત્યારબાદ તેના પર Hi ટાઇપ કરીને મોકલો

આ બાદ યૂઝર્સને કેટલીક સંબંધિત સમસ્યાઓનું લિસ્ટ દેખાશે

તેમાં તમને ડાઉનલોડ સર્ટિફિકેટનો વિકલ્પ દેખાશે

આ પછી, એ નંબર દાખલ કરો જેની તમે સેવા પસંદ કરવા ઇચ્છુક છો

આ પછી ફરીથી કેટલાક વિકલ્પો આપની સમક્ષ આવશે

આમાં, નંબર 2 કોવિડ પ્રમાણપત્રનો છે.

એટલે કે 2 નંબરને સેન્ડ કરી દો

કોવિન પોર્ટલ પરથી એક OTP પ્રાપ્ત થશે

જેને વોટ્સએપના ચેટબોટમાં દાખલ કરવાનો રહેશે

અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, OTP મેસેજને સંપૂર્ણ રીતે વાંચો અને જુઓ કે તે કોવિન પોર્ટલનો જ મેસેજ છે. જો એક નંબર પર એક કરતા વધુ લોકોના નામ નોંધાયેલા છે, તો તે નામની બાજુમાં આપેલ નંબરને બે વાર ટાઈપ કરીને મોકલો. આ પછી, વપરાશકર્તાઓને WhatsApp ચેટમાં જ કોવિડ પ્રમાણપત્ર મળશે.