Site icon Revoi.in

શું વારંવાર સ્પામ કૉલ્સથી પરેશાન છો? તો આ રીતે તેને કાયમ માટે કરો બ્લોક

Social Share

નવી દિલ્હી: દેશમાં મોબાઇલ યૂઝર્સને જો કોઇ વસ્તુ વારંવાર પરેશાન કરતી હોય તો તે સ્પામ અને રોબોકોલ્સ છે. જ્યારે આ પ્રકારના સ્પામ કોલ્સ આવે છે ત્યારે કામમાં અડચણ આવે છે, સમય વેડફાય છે અને સાથોસાથ સાયબર ફ્રોડની શક્યતા પણ વધી જાય છે. ગત વર્ષોમાં એવા ઘણા કિસ્સા પ્રકાશિત થયા છે જેમાં સ્પામ કોલ દ્વારા લોકોને છેતરવામાં આવ્યા છે.

તેથી આજના સમયમાં સ્પામ કોલ્સથી દરેક પળે સતર્ક અને સાવધ રહેવાની આવશ્યકતા છે. આ પ્રકારના કૉલ્સ આવે ત્યારે તમારે સાવધ રહેવું જોઇએ અને સાવચેત પણ રહેવું જોઇએ બાકી તમારી સાથે મોટી છેતરપિંડી થઇ શકે છે. જો તમે પણ આ પ્રકારના સ્પામ અને રોબોકોલ્સથી પરેશાન છો અને તમારા ફોનમાં તેને બ્લોક કરવા માંગો છો તો આજે અમે આપને જણાવીશું કે તમે કાયમ માટે આ પ્રકારના કોલ્સને કેવી રીતે બ્લોક કરી શકો છો. સ્પામ કૉલ્સને બ્લોક કરવું ખૂબ જ સરળ છે.

આ રીતે તમે સ્પામ કૉલ્સને કાયમ માટે બ્લોક કરી શકો છો.

સૌ પ્રથમ તમારે કોલ લોગમાં જવું પડશે

તમારે તાજેતરના કોલ્સમાં જઇ અને કોલ સ્પામ નંબરને થોડીવાર માટે દબાવી રાખો

આ પ્રક્રિયા પછી તમારે બ્લોક વિકલ્પ પસંદ કરવો પડશે

આ રીતે તમે ફોનમાં રોબો અને સ્પામ કોલ્સને બ્લોક કરી શકો છો.

તે ઉપરાંત તેને બ્લોક કરવા માટે અન્ય એક વિકલ્પ પણ છે. તમે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર સાથે વાત કરીને સ્પામ કોલ્સ પણ બ્લોક કરી શકો છો. આ માટે તમારે તમારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરના ગ્રાહક સેવા અધિકારી સાથે વાત કરવી પડશે.