વોટ્સએપના યૂઝર્સના આ ખાસ ફીચર્સ જે આપને આપશે વિશેષ સુરક્ષા, વાંચો આ ફીચર્સ વિશે
- વોટ્સએપ યૂઝર્સને આપે છે અનેક ફીચર્સ
- તમે ફાઇલ શેરિંગ પણ કરી શકો છો
- તમે એન્ક્રિપ્ટેડ ચેટનો આનંદ માણી શકો છો
નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના યુગમાં વોટ્સએપ સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવાતી સોશિયલ મીડિયા એપ છે. આજે વોટ્સએપના વિશ્વભરમાં કરોડો યૂઝર્સ છે. આજે રોજિંદા જીવનમાં ફાઇલ સેન્ડ કરવાથી લઇને, ચેટિંગ, વીડિયો કૉલ્સ, ફાઇલ શેરિંગ, પેમેન્ટ સહિતના દરેક કામકાજ તમે માત્ર વોટ્સએપના માધ્યમથી ખૂબ સરળતાપૂર્વક પૂરા કરી શકો છો. વોટ્સએપ યૂઝર્સને ઉત્કૃષ્ટ સિક્યોરિટી પણ પૂરી પાડે છે.
જો તમે વોટ્સએપના માધ્યમથી તમારા નિકટના લોકો સાથે કોઇ અંગત પળો કે મેસેજ શેર કરો છો તો તેના માટે વોટ્સએપમાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર આવે છે. જ્યારે તમારા કોલ્સ કે મેસેજીસ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે, ત્યારે ચેટમાં સામેલ બે લોકો સિવાય કોઇ તમારી વાતચીત વાંચી કે સાંભળી શકતું નથી.
વોટ્સએપ પર માત્ર ગણતરીની સેકન્ડમાં જ ફોટો અને વીડિયો શેર કરી શકાય છે. તમે તમારા જીવનની ખુશીની પળોને પણ ઇન-બિલ્ટ કેમેરાથી કેપ્ચર કરી શકો છો. તમારી નેટની સ્પીડ ઓછી હોય તો પણ ચિંતામુક્ત રહેજો, કારણ કે લો ઇન્ટરનેટ સ્પીડમાં પણ ફોટો અને વીડિયો મોકલી શકાય છે.
ઇમેલ કે પછી ફાયલ શેરિંગ માટેની થર્ડ પાર્ટી એપ વગર પણ તમે વોટ્સએપના માધ્યમથી પીડીએફ, ડોક્યુમેંટ, સ્પ્રેડશીટ, સ્લાઇડશો અને અન્ય મીડિયા ફાઇલ સહજતાથી મોકલી શકો છો. તમે વોટ્સએપ પર 100 એમબી સુધીના ડોક્ટુમેન્ટ્સ મોકલી શકો છો.