Site icon Revoi.in

હેકર્સથી તમારા સ્માર્ટફોનને રાખવો છે સુરક્ષિત? તો આજે જ આ ટ્રિક્સ ફોલો કરો

Social Share

નવી દિલ્હી: આજે દરેક પાસે સ્માર્ટફોન્સ હોય છે અને સ્માર્ટફોન જીવનનું અભિન્ન અંગ બની ગયુ છે. આજે મોટા ભાગના દરેક કામ માટે સ્માર્ટફોન્સનો વપરાશ થાય છે. આજે દરેક કામ સ્માર્ટફોન્સના માધ્યમથી જ થાય છે. ઑનલાઇન શોપિંગ, પૈસા ટ્રાન્સફર કરવા, ચેટિંગ કરવા, વીડિયો કોલ દરેક કામ માટે તેનો ઉપયોગ થાય છે. જો કે તેના વધતા વપરાશ સાથે હેકિંગનો પણ ખતરો તોળાતો રહે છે. હેકિંગથી તમારું બેંક એકાઉન્ટ સાફ થઇ જશે. તેથી અહીંયા આપેલી ટિપ્સથી તમે હેકિંગથી બચી શકો છો.

પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ ટાળો

તમારા ફોનને હેકર્સથી બચાવવા માટે પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ ના કરો, કારણ કે તેના પર સૌથી વધુ હેકર્સની નજર રહે છે. તેથી બને ત્યાં સુધી જાહેર સ્થળો પર પબ્લિક વાઇ-ફાઇને બદલે તમારા મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવો.

થર્ડ પાર્ટી એપ્સથી ડાઉનલોડિંગ ના કરો

કોઇપણ થર્ડ પાર્ટીથી એપ્સ ડાઉનલોડ કરવાથી તમે હેકિંગનો શિકાર બની શકો છો. તેથી બને ત્યાં સુધી થર્ડ પાર્ટી એપથી કોઇ એપને ડાઉનલોડ કરવાનું ટાળો. બને ત્યાં સુધી એપ સ્ટોર અથા ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો. એપ ડાઉનલોડ કરવાના જે મેસેજ આવે છે તેનાથી પણ બચો.

એન્ટિવાયરસ ઇન્સ્ટોલ કરો

તમારા ફોનને હેકિંગથી સુરક્ષિત રાખવા માટે ફોનમાં એન્ટિવાયરસ ઇન્સ્ટોલ કરો. કારણ કે હેકર્સ વાયરસના માધ્યમથી તમારા ફોનમાંથી અગત્યના ડેટાની આસાનીથી ચોરી કરી લે છે. તમે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નોર્ટન, કાસ્પરસ્કાય જેવી નામાંકિત કંપનીના એન્ટિવાયરસ ડાઉનલોડ કરી શકો છો.

ફોનને અપડેટ રાખો

ફોનને અપડેટ કરતો રહેવાથી તેની સુરક્ષા પણ વધી જાય છે. તેથી મોબાઇલના એપ્સ તેમજ સોફ્ટવેરને હરહંમેશ અપડેટ કરતા રહો. તમારા ફોનને હેકર્સથી બચાવવા માટે સમયાંતરે એપ્સ, સોફ્ટવેરને અપડેટ કરવું અનિવાર્ય છે.