1. Home
  2. ગુજરાતી
  3. ટેક ટિપ્સ: Youtube પરથીઆ રીતે હિસ્ટ્રી કરી શકો છો ડિલીટ
ટેક ટિપ્સ: Youtube  પરથીઆ રીતે હિસ્ટ્રી કરી શકો છો ડિલીટ

ટેક ટિપ્સ: Youtube પરથીઆ રીતે હિસ્ટ્રી કરી શકો છો ડિલીટ

0
Social Share
  • યુટ્યુબ પર શું જોયું તે કોઇને ખબર નહીં પડે
  • અહીંયા આપેલી પ્રોસેસથી યુટ્યુબ હિસ્ટ્રી કરી શકો છો ડિલીટ
  • ત્યારબાદ આ હિસ્ટ્રીને ગૂગલ પરથી રિટ્રાઇવ કરી શકાય છે

અમદાવાદ: વોટ્સએપ બાદ સૌથી વધુ કોઇ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તો તે યુટ્યૂબ છે. વિશ્વના અબજો યૂઝર્સ યુટ્યૂબનો દૈનિક ધોરણે ઉપયોગ કરે છે. યુટ્યૂબ પર ઑનલાઇન વીડિયો જોવા સિવાય તે વીડિયોને ડાઉનલોડ કરીને તેને ઑફલાઇન જોવાનો વિકલ્પ પણ છે.

પરંતુ, યુટ્યુબમાં વીડિયો જોયા બાદ હિસ્ટ્રીમાં પણ એ વીડિયો જોવા મળ છે. તમે જાણો છો કે વીડિયો જોયા બાદ તેની હિસ્ટ્રી કેવી રીતે ડિલિટ કરી શકાય? તમે માત્ર એક બટન પર ક્લિક કરીને Youtube હિસ્ટ્રી એટલે કે તમે Youtube પર શું જોયું તે ડેટા ડિલીટ કરી શકો છો. તો ચાલો અહીંયા જાણીએ યુટ્યુબ વીડિયોની હિસ્ટ્રી કઇ રીતે ડિલીટ થઇ શકે છે.

આ રીતે હિસ્ટ્રી કરો ડિલીટ

1. સૌપ્રથમ તમારા Android Mobile ફોનમાં યુટ્યુબ એપ ઓપન કરો.
2. ત્યારબાદ જમણી તરફ દેખાતા તમારા પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કરો.
3. પોતાના પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કર્યા બાદ તમારી સામે ઘણાં ઓપ્શન આવશે અને તેમાં તમારે સેટિંગ્સ પર ક્લિક કરવાનું છે.
4. સેટિંગ્સ પર ક્લિક કર્યા પછી તમને હિસ્ટ્રી એન્ડ પ્રાઈવસી ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
5. ત્યારબાદ તમને ઉપર જ 2 કામના ઓપશન્સ જોવા મળશે. જેમાં Clear Watch History અને બીજુ Clear Search History જોવા મળશે. વૉચ હિસ્ટ્રી પસંદ કરતા તમે જે વિડીયો જોયા હશે તે ડિલિટી થઈ જશે જ્યારે સર્ચ હિસ્ટ્રી પર ક્લિક કરતા તમે જે વિડીયો સર્ચ કર્યા હતા તે ક્લિયર થઈ જશે.

વૉચ હિસ્ટ્રી અથવા તો પછી સર્ચ હિસ્ટ્રીને Youtubeથી ડિલિટ કર્યા પછી તમને તે તમારા Youtube અકાઉન્ટમાં જોવા નહીં મળે. પરંતુ, આ ડેટાને ગૂગલ એક્ટિવીટીથી રિટ્રીવ કરી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code