નવી દિલ્હી: આજના જમાનામાં ફેસબૂક ખૂબ જ પ્રખ્યાત એપ્લિકેશન છે અને હવે ફોટોથી લોકો વીડિયો તરફ આગળ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતા ફેસબુકે તેના યૂઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આમા યૂઝર્સ ફેસબૂક પ્રોફાઇલમાં ફોટોની જગ્યાએ વીડિયો લગાવી શકશે. અમે આપને જણાવીશું કે ફેસબુક પર વીડિયો પ્રોફાઇલ કઇ રીતે સેટ કરી શકાય.
આપને જણાવી દઇએ કે ફેસબુક વીડિયો પ્રોફાઇલ એકદમ પ્રોફાઇલ ફોટોની જેમ દેખાશે. જો કે જ્યારે કોઇપણ તમારી પ્રોફાઇલ ઓફન કરશે તો તેને પ્રોફાઇલ ફોટાને બદલે વીડિયો દેખાશે. આ માટે તમે કેટલાક સેકન્ડ્સનો વીડિયો સેટ કરી શકો છો. ફોટાને બદલે વીડિયો એક્સપ્રેશન તમારા ફેસબુક પ્રોફાઇલને વધુ સુંદર બનાવશે. તમે પ્રોફાઇલ વીડિયો માટે તમે 7 સેકન્ડનો વીડિયો અપલોડ કરી શકો છો. વીડિયોને અપલોડ કરવા માટે એન્ડ્રોઇડ અથવા iOS ફોનમાં ફેસબુક એપ હોવી જરૂરી છે.
સૌથી પહેલા iOSની વાત કરીએ તો આમાં ટોપ રાઈટ કોર્નર પર ક્લિક કરીને તમારે તમારા પ્રોફાઈલ પિક્ચર પર જઈ તેને ટેપ કરવું પડશે. જે બાદ ટેક ન્યુ પ્રોફાઈલ વીડિયો અથવા સેલિક્ટ પ્રોફાઈલ પિક્ચર અથવા વીડિયોને ટેપ કરવું પડશે. ત્યારબાદ એડિટ પર ક્લિક કરીને વીડિયોને એડિટ કરવો.
હવે ટ્રીમ પર ક્લિક કરીને તમે વીડિયોને નાનો કરી શકશો. ત્યારબાદ સાઉન્ડ પર ક્લિક કરીને તમે સાઉન્ડને સિલેક્ટ કરી શક્શો. જો તમે વીડિયો સાથે કોઈ થંબનેલ લગાવવાનું ઈચ્છો છો તો કવર પર તમારે ટેપ કરવું પડશે. ત્યારબાદ ડન પર ક્લિક કરો. જો તમે કોઈ ફ્રેમ લગાવવા માગો છો તો તે પણ લગાવી શક્શો.
જો તમે પ્રોફાઈલ વીડિયોને થોડા સમય માટે રાખવા માગો છો તો તમે ટાઈમને સિલેક્ટ કરીને સેવ કરી શકો છો. આથી આ પ્રોફાઈલ વીડિયો સેટ ટાઈમ બાદ પોતાની રીતે ડિલીટ થઈ જશે. એન્ડ્રોઈડ ફોનમાં પણ આ પ્રોસેસ લગભગ એક જેવી જ છે. આ માટે તમારે સૌથી પહેલા પ્રોફાઈલ ફોટો પર જવું પડશે. અહીં પ્રોફાઈલ ફોટો પર ટેપ કરીને ટેક ન્યુ પ્રોફાઈલ વીડિયોનું ઓપશન મળશે. ત્યારબાદ iOSમાં જે પ્રોસેસ દર્શાવી તેને ફોલો કરવાની રહેશે.