Site icon Revoi.in

ઑફલાઇન ગેમ્સમાં હવે નહીં રહે એડની સમસ્યા, આ રીતે કરો બ્લોક

Social Share

નવી દિલ્હી: એન્ડ્રોઇડ કે અન્ય કોઇ સ્માર્ટફોનમાં ગેમના શોખીનો માટે ગેમ રમવા સમયે જો કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે વારંવાર પોપ અપ થતી જાહેરાતો છે. તેને કારણે ગેમ રમવામાં ખલેલ પહોંચે છે અને તે ગેમની મજા જ બગાડી નાખે છે. અહીંયા એક જ્ઞાનની વાત એ છે કે વર્તમાનમાં જે સ્માર્ટફોન મળે છે તેમાં ઑફલાઇન ગેમ્સ કે એપ્સમાં જાહેરાતો બંધ કરવાનો વિકલ્પ પણ પૂરો પાડવામાં આવે છે.

સ્માર્ટફોનમાં કેટલીક એવી ગેમ્સ પણ હોય છે જે નેટ કે વાઇફાઇ વગર પણ રમી શકાય છે જેને ઑફલાઇન ગેમ્સ કહે છે. આ ગેમનો ડેટા ઑફલાઇન રહે છે.

આ પ્રકારની ઑફલાઇન ગેમ્સમાં કે એપ્લિકેશનમાં ડેટા કે વાઇફાઇ એક્સેસને બ્લોક કરીને તેને કઇ રીતે અટકાવી શકાય તેનાથી તમને માહિતગાર કરીશું.

સૌ પ્રથમ તો એપને અનઇન્સ્ટોલ કરો અને ફરી ઇન્સ્ટોલ કરો. પરંતુ તેને ઑપન કરશો નહીં. તમે એપ્સ કે ગેમ્સના સ્ટોરેજ ડેટા અને કેશને પણ સાફ કરી શકો છો. રીઇન્સ્ટોલ કર્યા બાદ કે તેનો ડેટા હટાવ્યા બાદ ગેમ કે એપ ખોલશો નહીં.

હવે જે એપ કે ગેમમાં જાહેરાતો બંધ કરવાની છે તેના ઇન્ફોમાં જવાનું રહેશે. તમે તે વિકલ્પમાં સેટિંગના માધ્યમથી જઈ શકો છો. તમે એપ્લિકેશનના રિસેન્ટ એપ્સ કાર્ડ પર લાંબા સમય સુધી પ્રેસ કરીને પણ એપ ઇન્ફોને પસંદ કરી શકો છો.

એપ્લિકેશન ઇન્ફો પેજની અંદર, તમે નેટવર્ક, મોબાઇલ ડેટા અને વાઇફાઇ અથવા અન્ય સબ સેક્શન જોઈ શકો છો. હવે વાઇફાઇ અથવા મોબાઇલ ડેટા સાથે કનેક્ટ હોય ત્યારે તમારે તે એપ્લિકેશનના ઇન્ટરનેટ એક્સેસને નિષ્ક્રિય કરવાનો વિકલ્પ શોધવો પડશે. કેટલાક એન્ડ્રોઇડ ફોનમાં બંનેથી કનેક્ટિવિટી એક સાથે પૂરી કરવા માટે માસ્ટર ટોગલ મળે છે.

હવે ત્યાં આપેલ સ્વીચ બંધ કરો જેથી તમારી એપ્લિકેશન/ગેમ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થશે નહીં. હવે તમે તમારી એપ્લિકેશન/ગેમ ખોલી શકો છો. તમને હવે કોઈ જાહેરાત જોવા મળશે નહીં.