- હવે આવી ગયું છે માઇક્રોસોફ્ટનું નવું WINDOWS 11
- જે તમારા કામ કરવાના અનુભવને વધુ બહેતર બનાવશે
- આજે અમે તમને WINDOWS 11ના નવા ફીચર્સ વિશે જણાવીશું
નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ યૂઝર્સ માટે માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝન WINDOWS 11ને લૉન્ચ કર્યું છે. આ નવા વર્ઝનમાં યૂઝર ઇન્ટરફેસને ઘણું એન્હેન્સ કરાયું છે. વિન્ડોઝ 11માં યૂઝર્સને સંપૂર્ણપણે બદલાયેલા લેઆઉટ જોવા મળશે. ચાલો વાંચીએ WINDOWS 11ના 11 નવા ફીચર્સ વિશે.
સ્ટાર્ટ મેનુ:
નવા OSમાં સ્ટાર્ટ મેનું પહેલા કરતા અલગ અપાયું છે. અહીંયા ટાઇલ્સને હટાવી દેવામાં આવી છે. જ્યારે રિકમેન્ડેડ સેક્શનને અહીં ઉમેરવામાં આવ્યું છે. રિસેન્ટ ફાઇલ્સ માટે અલગથી ઓપ્શન આપવામાં આવ્યું છે.
સ્નેપગ્રૂપ:
સ્નેપગ્રૂપમાં યૂઝર્સને અનેક એપ્સનું કલેક્શન મળશે અને તેના ટાસ્કબારમાં સીધું એક્સેસ કરી શકાશે. આ ફીચર ટાસ્ક સ્વિચિંગમાં ખૂબ જ મદદ કરશે.
PC ટૂ PC કનેક્ટ થયું સરળ:
એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવાનું હવે સરળ કરાયું છે. પ્રો યૂઝર્સને હવે ડોક એન્ડ અનડોક ફીચર સાથે ક્વોલિટી એક્સપીરિંયસ મળશે.
સ્નેપ લેઆઉટ:
આ ફીચરને મલ્ટી ટાસ્ટિંગ બનાવાયું છે. આથી મલ્ટી સ્ક્રીન પ્રમાણે એક સાથે અનેક વિન્ડોઝને એક સાથે ચલાવી શકાશે.
માઇક્રોસોફ્ટ ટીમ્સનું ઇન્ટિગ્રેશન:
નવા OSમાં માઇક્રોસોફ્ટ ટીમ્સને ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. એટલે કે યૂઝર્સને દરેક વિંડોઝ 11 સાથે આ ફીચર મળી રહેશે. ટીમ્સની મદદથી અન્ય યૂઝર સાથે કનેક્ટ થવું વધુ સરળ બનશે.
WIDGETS ફીચર-
નવા વિન્ડોઝ 11માં વિજેટ્સનું ફીચર આપવામાં આવ્યું છે. આને પર્સનલાઈઝ પણ કરી શકાશે. કંપનીએ આમાં ARTIFICIAL INTELLIGENCEનો ઉપયોગ કર્યો છે. અહીં યુઝરને વેધર સહિત અન્ય કેટલાય વિજેટ્સ જોવા મળશે.
ગેમિંગ એક્સપીરિયંસ:
વિંડોઝ 11માં ગેમિંગ માટે વધુ સારી રીતે ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. કંપની મુજબ આ નવા OSમાં ગેમર્સને બેસ્ટ એક્સપીરિયંસ મળશે. અહીં AUTO HDRનું ફીચર આપવામાં આવ્યું છે. વધુ સારી વિઝિબિલિટી માટે ગેમ ઓટો લાઈટ અપડેટ કરશે. નવા વિન્ડોઝમાં લોડ ટાઈમ ઓછું કરી દેવામાં આવ્યો છે.
ફિલ્મ અને વેબ સિરીઝ:
વિન્ડોઝ 11ના સ્ટોર પર યુઝર્સને હવે ફિલ્મો અને વેબસિરીઝ પણ જોવા મળશે. તેવામાં યુઝર્સ સીધા અહીંથી ફિલ્મ રેન્ટ પર અથવા ખરીદી શકશે. આ સાથે જ સ્ટોરનો નવો લુક પણ આપવામાં આવ્યો છે.
પાસ સબ્સ્ક્રિપ્શન:
વિંડોઝ 11માં XBOX એપની મદદથી ગેમ પાસ સબ્સક્રિપ્શન યુઝર્સને મળશે. કંપની મુજબ, ગેમ પાસ લાઈબ્રેરી માટે વધુ રૂપિયા આપવા નહીં પડે. આમાં વધુ વેરિયટી જોવા મળશે અને દર મહિને નવા ગેમ્સ જોવા મળશે.
ANDROID એપ્સનો સપોર્ટ:
નવા OSમાં એન્ડ્રોઈડ એપનો સપોર્ટ મળશે. વિંડોઝ 11માં એમઝોન સ્ટોપ મળશે, જેથી યુઝર્સ એપ્સને ડાઉનલોડ કરી શકશે. તેવામાં યુઝર્સ વિન્ડોઝ 11માં એન્ડ્રોઈડ પર ચાલતા એપ્સ એક્સેસ કરી શકશે. જો કે હાલમાં લિમિટેડ એપ્સ જ જોવા મળશે અને ગૂગલ પ્લેસ્ટોર નહીં હોય.
વોઈસ ટાઈપિંગ ફીચર:
વિંડોઝ 11માં નવા પ્રકારનું ટચ કિબોર્ડ આપવામાં આવ્યું છે. ટાઈપિંગને સરળ બનાવવા માટે હવે એન્ડ્રોઈડની જેમ આમાં પણ વોઈસ ટાઈપિંગ ફીચર જોવા મળશે. સાથે જ એન્ડ્રોઈડવાળા ફીચર્સ પણ આમાં જોવા મળશે.