Site icon Revoi.in

ગેમ્સના ચાહકો આનંદો! ડિસેમ્બરમાં રિલીઝ થશે આ પાંચ ગેમ્સ, જાણો તેની ખાસિયતો

Social Share

નવી દિલ્હી: ડિસેમ્બર મહિના (December Month)ની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસ છે. જો તમે ગેમ્સના ચાહક (Video game lovers) છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્ત્વના છે. તમને યાદ જ હશે કે નવેમ્બર મહિનામાં ફોર્ઝા હોરિઝન 5, બેટલફિલ્ડ 2024 જેવી ગેમ યૂઝર્સને ખૂબ જ પસંદ પડી હતી. હવે ડિસેમ્બર મહિનો આવી ગયો છે ત્યારે અમે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થનારી 5 વીડિયો ગેમ્સ (Top 5 video games of December) વિશેની માહિતી ખાસ તમારા માટે લાવ્યા છીએ. અહીં અમે તમને ગેમ રિલીઝ થવાની તારીખ (Release date) અને તેની અમુક ખાસ વાતો આપી રહ્યા છીએ.

ડિસેમ્બર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે અને જો તમે પણ ગેમ્સ રમવાના ચાહક છો તો તમારા માટે એક મસ્ત સમાચાર છે. નવેમ્બર મહિનામાં ફોર્ઝા હોરિઝન, બેટલફિલ્ડ 2024 જેવી ગેમ બાદ હવે ડિસેમ્બર મહિનામાં પણ 5 ગેમ્સ રિલીઝ થવા જઇ રહી છે. ચાલો આ રિલીઝ થનારી ગેમ્સની ખાસિયતો વિશે વાત કરીએ.

હેલો ઇન્ફાઇનાઇટ

આગામી 8 ડિસેમ્બરના રોજ આ ગેમ લોંચ થવા જઇ રહી છે. આ ગેમની ચાહકો લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યાં છે. આ ગેમને Xbox વન, પીસી, એક્સબોક્સ સીરિઝ X/S પ્લેટફોર્મ પર ગેમ ઉપલબ્ધ બનશે.

ડિઝની મેજિકલ વર્લ્ડ 2: ઇન્હેન્સ્ડ એડિશન

ચાહકો જેની પ્રતિક્ષા કરી રહ્યા હતા તે ડિઝનીની ગેમ હવે આવી ચૂકી છે. આગામી 3 ડિસેમ્બરના રોજ એટલે કે આજે ડિઝની મેજિકલ વર્લ્ડ 2: Enchanted Edition રિલીઝ થશે. આ ગેમ નિનટેંડો સ્વિચ કંસોલ માટેનું ડિઝની મેજિકલ વર્લ્ડ 2નું રિમાસ્ટર્ડ વર્ઝન છે.

ક્રિકેટ 22: ધ ઓફિશિયલ ગેમ ઓફ ધ એશેઝ (Cricket 22: The Official Game of The Ashes)

ધ ઓફિશિયલ ગેમ ઓફ ધ એશેઝ આ વર્ષે રિલીઝ થનાર સૌથી વધુ પોપ્યુલર ક્રિકેટ વીડિયો ગેમ છે. આ વિડિયો ગેમ આગામી 2 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ વિડિયો ગેમ પીસી, પ્લેસ્ટેશન 5, એક્સબોક્સ સીરિઝ X|S, પ્લેસ્ટેશન 4 અને Xbox વન પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ટીનએજ મ્યુટન્ટ નિંજા ટર્ટલ્સ:

ટીનએજ મ્યુટન્ટ નિંજા ટર્ટલ્સ: Shredder s Revenge આગામી 17 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ ગેમ સાઈડ સાઈડ સ્ક્રોલિંગ બીટ એમ અપ વીડિયો ગેમ છે. આ ગેમ ટ્રિબ્યૂટ ગેમ્સ દ્વારા વિકસિત કરવામાં આવી છે.

ફાઈવ નાઈટ્સ એટ ફ્રેડીસ સિક્યોરિટી બ્રીચ:

ફાઈવ નાઈટ્સ એટ ફ્રેડીસ સિક્યોરિટી બ્રીચ ગેમ 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ ગેમ પીસી, પ્લેસ્ટેશન 5 અને પ્લેસ્ટેશન 4 પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.