- હવે બેંક ખાતા ધારકોએ આ ચાર્જ નહીં ચૂકવવો પડે
- USSD મેસેજ પર લાગતા ચાર્જને હટાવવાનો પ્રસ્તાવ
- હાલ તેના પર 50 પૈસા ચાર્જ લાગે છે
નવી દિલ્હી: બેંક ખાતા ધારકોને હવે સર્વિસ ચાર્જ ચૂકવવો નહીં પડે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑફ ઇન્ડિયાએ મોબાઇલ બેંકિંગ અને પેમેન્ટ સર્વિસ માટે અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટે એટલે કે યુએસએસડી મેસેજ પર લાગતા ચાર્જને હટાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. હાલ TRAIએ યુએસએસડી સેશન માટે કિંમત 50 પૈસા નક્કી કરી છે.
USSD મેસેજ મોબાઇલ ફોનના સ્ક્રીન પર જોવા મળે છે અને SMSની જેમ આ ફોનમાં સ્ટોર નથી થતું. મોબાઇલ ફોન પર વાતચીત અને SMS બાદ પૈસા કપાવવા પર આપવામાં આવતા પોપઅપ મેસેજમાં આ ટેકનિકનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.
ડિજીટલ પેમેન્ટ અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રિઝર્વ બેંક તરફથી બનાવવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિએ આ ભલામણ કરી છે.
ટ્રાઈ અનુસાર ડેવલોપમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસ માટે આ વિશે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશને પાસે આગ્રહ કર્યા બાદ ટ્રાયે આ મામલાના અલગ અલગ પાસાઓનું વિશ્લેષણ કર્યું છે. ટ્રાઈનું માનવું છે કે યુએસએસડી યુઝરને હિતોની રક્ષા અને ડિજિટલ સર્વિસને વધારવા માટે યુએસએસડી ચાર્જને સુવિધાજનક બનાવવાની જરૂર છે.
ટ્રાઈએ નિવેદન આપ્યું હતું કે, “ઓથોરિટીએ યુએસએસડી આધારિત મોબાઈલ બેંકિંગ અને પેમેન્ટ સર્વિસ માટે દરેક યુએસએસડી સેશન દ્વારા ઝીરો ચાર્જનો પ્રસ્તાવ આપ્યો છે. તેમાં યુએસએસડી સાથે જોડાયેલી અન્ય વસ્તુઓને પહેલાની જેમ રાખવામાં આવી છે.”