Site icon Revoi.in

ટ્રૂકોલર યૂઝર્સ માટે ખુશખબર, હવે આવી ગયું વીડિયો કોલર આઇડી, જાણો તેની ખાસિયત

Social Share

નવી દિલ્હી: વિશ્વની સૌથી પ્રખ્યાત કોલર આઇડી સેવા આપતી એપ ટ્રૂકોલરે કોલ રેકોર્ડિંગ અને શેરિંગ, ઘોસ્ટ કોલિંગ, કોલ એનાઉન્સ અને વીડિયો કોલર આઇડી સહિતના ફીચર્સ સહિતના એપના 12મી આવૃત્તિની જાહેરાત કરી છે. વીડિયો કોલર આઇડી એક નાનું વીડિયો ફીચર હશે જે તમે તમારા કોન્ટેક્ટને ફોન કરશો ત્યારે દેખાશે. હાલમાં આ વર્ઝન એન્ડ્રોઇડ માટે ઉપલબ્ધ છે.

કોલ સમયે કોણ કોલ કરી રહ્યું છે તે જણાવી આપતી એપ્લિકેશન ટ્રૂ કોલર સતત પ્રખ્યાત થઇ રહી છે અને હવે તેના યૂઝર્સની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યારે માસિક સક્રિય યૂઝર્સની સંખ્યા 300 મિલિયન જેટલી થઇ ગઇ છે. જેમાંથી 220 મિલિયન યૂઝર્સ ભારતના છે. છેલ્લા એક વર્ષમાં ટ્રૂકોલરના યૂઝર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.

મહત્વનું છે કે, 11 વર્ષ પહેલા ટ્રૂકોલર એપને લોન્ચ કરવામાં આવી હતી. એલન મામેડી અને નામી ઝરિંગહાલમ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. ટ્રૂકોલરે શરૂઆતમાં તેના યૂઝર્સને કૉલ આઇડેન્ટિફિકેશન અને સ્પામ બ્લોકિંગ ફીચર્સ ઓફર કર્યા હતા, પરંતુ ત્યારબાદ સ્માર્ટ SMS, ઇનબોક્સ કલીનર, કુલ-સ્ક્રીન કોલર આઇડી, ગ્રુપ વોઇસ કોલિંગ સુવિધા આપવાનું શરૂ કર્યું હતું.