Site icon Revoi.in

ટ્વિટરની વેબસાઇટ અને એપની ડિઝાઇન બદલાઇ, જાણો કેવી હશે નવી ડિઝાઇન

Social Share

નવી દિલ્હી: હવે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે પોતાની વેબસાઇટ અને એપને નવો લૂક આપ્યો છે. હવે ટ્વિટર એપ અને ફીડ માટે પોતાના ચિર્પ ફોન્ટને રોલ ઓઉટ કર્યા છે. કંપનીએ લોન્ચ કરેલા વ્યાપક બ્રાંડ રિફ્રેશના ભાર તરીકે ચિર્પ ફોન્ટનો વિસ્તાર કરવામાં આવ્યો.

ટ્વિટરે આ અંગે ટ્વિટ કર્યું છે કે, અમે આપના ફોન પર ટ્વીટરના લુકમાં થોડો ફેરફાર કર્યો છે. જો કે, પ્રથમવારમાં આ થોડુ વિચિત્ર લાગી શકે છે. આ અપડેટ આપણને વધારે સુલભ, અપડેટેડ અને તમે કઇ બાબતમાં વાત કરી રહ્યા છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે નવા ફોન્ટ ચિર્પનો ખુલાસો કર્યો છે જે હવે ઉપયોગ માટે તૈયાર છે. હવે તમામ વેસ્ટર્ન લેંગ્વેજ હવે ડાબી બાજુ અલાઇન હશે.

નોન-વેસ્ટર્ન લેંગ્વેજ અપરિવર્તિત રહેશે. આ મહિને માઇક્રોબ્લોગિંગ સાઇટે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જેવા ફ્લીટ્સ ફીચરને બંધ કરી દીધુ છે. ગયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે 3 ઑગષ્ટથી ટ્વિટર યૂઝર માત્ર એક્ટિવ સ્પેસ જોશે જે લાઇવ ઑડિયો ચેટ રુમ છે.

એક વિસ્તૃત સૂત્રમાં ટ્વિટરનુ કહેવુ છે કે રિફ્રેશ સાથે તેમનો ઇરાદો અવ્યવસ્થા દૂર કરવાનો અને કંટેટ પર વધારે ફોકસ કરવાનો હતો. બટનોમાં હવે હાઇ કોન્ટ્રાસ્ટ કલર હશે અને તે યૂઝર્સ માટે એક નવો કલર પેલેટ છે જે ફીડને અલગ લૂક આપવા માગે છે.