- હવે ફેસબુક યૂઝર્સનું એકાઉન્ટ રહેશે વધુ સુરક્ષિત
- હેકિંગની શક્યતા ઘટશે
- ફેસબુકે ટૂ ફેક્ટર ઓથેન્ટિકશન સર્વિસ રોલ આઉટ કરી
નવી દિલ્હી: આજે સૌથી વધુ પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તો તે ફેસબુક છે અને તેટલે જ ફેસબુકનો યૂઝર્સ બેઝ પણ વધુ હોવાથી સૌથી વધુ યૂઝર્સના એકાઉન્ટ હેક થવાની ઘટના પણ ફેસબુકમાં વધુ બનતી રહી છે. ફેસબુક યૂઝર્સના એકાઉન્ટને હેકિંગથી બચાવવા માટે હવે METAએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે ફેસબુક યૂઝર્સનું એકાઉન્ટ હેક થવાની સંભાવના છે તેના માટે ફેસબુક ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજીયાત કરવાનું વિચારી રહ્યું છે. ખાસ કરીને સરકારી અધિકારીઓ, પત્રકાર તેમજ માનવાધિકાર કાર્યકર્તાઓના એકાઉન્ટ સૌથી વધુ હેક થવાની સંભાવના રહે છે.
ફેસબુક પ્રોટેક્ટ નામથી એક નવી સિક્યોરિટી સિસ્ટમ લોંચ કરાશે. હાલમાં તમામ યૂઝર્સ માટે આ ફીચરને ઑન કરવાની દિશામાં ફેસબુક કાર્યરત છે.
ફેસબુકના સુરક્ષા નીતિના પ્રમુખ નથાનિએલ ગ્લીચરે ફીચર વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનથી કોઇપણ યૂઝર્સનું એકાઉન્ટ સલામત રહેશે. આ કારણોસર અમે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રયાસરત છીએ. યૂઝર્સ ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરે તે માટે યૂઝર્સમાં તેને લઇને જાગૃતિ હોવી અનિવાર્ય છે.
આ રીતે કરો ફેસબુકમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન
- સૌથી પહેલા તો તમારું ફેસબુક ઑપન કરો
- હવે સિક્યોરિટી અને લોગિન સેટિગ્સમાં જાઓ
- એડિટ ઓપ્શન પર ક્લિક કરો
- તમે જે પણ સિક્યોરિટી મેથડ એડ કરવા ઇચ્છો છો તે પસંદ કરો
- સૂચનાઓ અનુસરો
- ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન સેટ કરો અને ઓકે દબાવો