- ગૂગલ ક્રોમમાં આવી કેટલીક ખામી
- તેથી હેકર્સથી બચવા માટે તેને અપડેટ કરવું જરૂરી
- આ સ્ટેપ્સ ફોલો કરી તેને અપડેટ કરો
નવી દિલ્હી: આજે મોટા ભાગના લોકો જે ઇન્ટરનેટનો વપરાશ કરે છે તેઓ મોટા ભાગે નેટ એક્સેસ કરવા માટે કે અન્ય કોઇ કામ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હોય તો તેનો ઉપયોગ તમારા માટે આફત નોતરી શકે છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે ગૂગલ ક્રોમને લઇને એલર્ટ જાહેર કર્યું છે.
ભારતના ઇલેક્ટ્રોનિક અને IT મંત્રાલયની કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના રિપોર્ટ અનુસાર, ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં કેટલીક ખામી સામે આવી છે. UI, વિન્ડોઝ મેનેજર, સ્ક્રીન કેપ્ચર, ફાઇલ API, ઓટો ફિલમાં ખામી આવી છે. તેનાથી તમે હેકિંગનો શિકાર બની શકો છો.
સરકારે યૂઝર્સને એલર્ટ કર્યા છે અને તાત્કાલિક ગૂગલ ક્રોમને અપડેટ કરવાનું કહ્યું છે. જો આમ ના કરવામાં આવે તો ગૂગલ ક્રોમ થકી હેકિંગ એટેકનું જોખમ રહે છે. હેકર્સ યૂઝર્સની સંવેદનશીલ વ્યક્તિગત માહિતી ચોરી શકે છે.
રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, V8માં ટાઇપ કન્ફ્યુઝનના કારણે ગૂગલ ક્રોમનો ઉપયોગ સલામત નથી. વધુમાં જણાવાયું કે, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ રહેલ બગ આર્ટિબરી કોડ લીક કરી શકે છે. આ ઉપરાંત ફોનમાં રહેલી ગોપનીય જાણકારી પણ હેકર્સ સુધી પહોંચાડી શકે છે. હેકર્સથી બચવા માટે સુધારા પણ કરાયા છે.
લેટેસ્ટ વર્ઝનમાં ગૂગલ ક્રોમને અપડેટ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો
- સૌ પ્રથણ તો તમારું ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલવાનું રહેશે
- હવે તમારી બ્રાઉઝિંગ સ્કીનના ઉપરના જમણા ખૂણામાં ત્રણ પોઇન્ટ વિકલ્પમાંથી સેટિંગ્સ પર જાઓ
- ત્યારપછી સેટિંગ્સમાં અબાઉટ ક્રોમ પર ક્લિક કરો. એકવાર તમે તેના પર ક્લિક કરશો એટલે તમારું Google Chrome બ્રાઉઝર અપડેટ શરૂ થશે
- ત્યારપછી ગૂગલ ક્રોમ બ્રાઉઝર લોન્ચ કરો. થોડો સમય બંધ રાખ્યા બાદ ફરી લોંચ કરો
- તમારું ગૂગલ ક્રોમ અપડેટ થઇ જશે અને તેનાથી હેકિંગનો ખતરો પણ ઘટશે