1. Home
  2. ગુજરાતી
  3. તાત્કાલિક તમારું WINOWS PC કરો અપડેટ અન્યથા હેક થઇ જશે સિસ્ટમ
તાત્કાલિક તમારું WINOWS PC  કરો અપડેટ અન્યથા હેક થઇ જશે સિસ્ટમ

તાત્કાલિક તમારું WINOWS PC કરો અપડેટ અન્યથા હેક થઇ જશે સિસ્ટમ

0
Social Share
  • જલ્દીથી તમારા WINDOWSને કરો અપડેટ
  • અન્યથા તમારું સિસ્ટમ થઇ શકે છે હેક
  • માઇક્રોસોફ્ટે યૂઝર્સને આપી ચેતવણી

નવી દિલ્હી: એન્ડ્રોઇડની જેમ માઇક્રોસોફ્ટ પોતાના યૂઝર્સને સતત અપડેટ મોકલતું રહે છે. જેનું કારણ એ છે કે, તેનાથી કોમ્પ્યુટર અથવા લેપટોપમાં નવા ફીચર મળી શકે અને સિક્યોરિટી પણ જળવાઇ રહે. તેવામાં MICROSOFTએ પોતાના યૂઝર્સને પોતાની સિસ્ટમને અપડેટ કરવા ખાસ સૂચન કર્યું છે.

MICROSOFTએ પોતાની WINDOWSના યૂઝર્સને ત્વરિતપણે સિસ્ટમ અપડેટ કરવા માટે કહ્યું છે. કંપનીએ કહ્યું છે કે, અપડેટ કરવામાં વિલંબ ના કરવો. MICROSOFT એ WINDOWS યૂઝર્સ માટે અરજન્ટ સિક્યોરિટી અપડેટ જાહેર કરી છે. જો આ અપડેટને ઇન્સ્ટોલ ના કરાત તો તમારું PC હેક થવાની સંભાવના છે.

આ અપડેટ કરવાથી WINDOWSમાં PRINT NIGHTMARE સિક્યોરિટી ઇશ્યુને ફિક્સ કરી શકાશે. આ ઇશ્યુ અંગે રિસર્ચરે ગત સપ્તાહે રિપોર્ટ આપ્યો હતો. MICROSOFT અનુસાર સિક્યોરિટી અપડેટને 6 જુલાઇના જાહેર કરવામાં આવી હતી.

CVE-2021-1675 અને અન્ય બીજા રિમોટ કોડ એગ્ઝીક્યુશન એક્સપ્લોઈટને WINDOWS PRINT SPOOLER સર્વિસને સુરક્ષા આપવામાં આવી છે. WINDOWS PRINT SPOOLERને જ PRINT NIGHTMARE કહેવામાં આવે છે.

આપને જણાવી દઈએ તે ગત સપ્તાહે રિસર્ચરે જણાવ્યું હતું કે PRINT NIGHTMAREમાં કેટલીક ખામી છે. આ કારણે હેકર્સ તેનો ખોટો ફાયદો ઉપાડે છે. તેઓ રિમોટ કોડ એગ્ઝીક્યુટ કરી શકે છે. આથી તેઓ કોઈ પણ પ્રોગ્રામને કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ કરી શકે છે. આ સિવાય તેઓ નવા એકાઉન્ટ્સ પણ એડમિન રાઈટ સાથે બનાવી શકે છે. આથી કોઈ પણ મોટા હેકિંગની ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code