Site icon Revoi.in

લો વાઇફાઇ સ્પીડથી છો પરેશાન? તો આ ટ્રીકના ઉપયોગથી વધારો સ્પીડ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે હાલમાં જ્યારે હજુ પણ અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી રહી છે ત્યારે મોટા ભાગના ઘરોમાં હવે વાઇ-ફાઇ ઇન્સ્ટોલેશન સામાન્ય થઇ ચૂક્યું છે. જેથી કામ સરળતાપૂર્વક થઇ શકે. જો કે ઘણીવાર ઇન્ટરનેટની સ્પીડ સ્લો હોવાને કારણે કામકાજમાં પણ વિક્ષેપ ઉપરાંત અટકી પણ જાય છે. તેને લઇને કામ કરવામાં વાર લાગે છે. મૂવિ જોવામાં બફરિંગ પણ થાય છે. જો કે વાઇફાઇ સ્પીડ વધારવા માટે તમે અહીંયા આપેલી ટ્રિક્સ અજમાવી શકો છો.

વાઇફાઇની સ્પીડમાં રાઉટરની ભૂમિકા સૌથી અગત્યની હોય છે. જો તેને યોગ્ય જગ્યાએ ના મૂકવામાં આવે તો તેનાથી પણ સ્પીડને અસર થાય છે. હકીકતમાં, વાઇ-ફાઇ કનેક્શનમાં સિગ્નલ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન દ્વારા મોકલાય છે જે અમુક વસ્તુઓને કારણે રોકાઇ જાય છે. કેટલીક વસ્તુઓમાથી પસાર થાય છે.

દરેક વાઇ-ફાઇની એક રેન્જ હોય છે. જો તે રેન્જની બહાર તમે જાવ તો સ્પિડ ઘટવા લાગે છે. આ માટે તમે રેન્જ એક્સટેન્ડરનો ઉપયોગ કરી શકો છો. જો રાઉટરથી સિગ્નલ પકડીને તેને દૂર સુધી મોકલશે. રેન્જ એક્સટેન્ડરનું અલગ આઇપી એડ્રેસ છે અને તેને રાઉટરની નજીક રાખવું જોઇએ જેથી મજબૂત સિગ્નલ મળે.

વાઇફાઇની સ્પીડ વધારવા માટે વાઇફાઇ રાઉટરને રીબૂટ કરવું પણ આવશ્યક છે. એટલે જ કામ શરૂ કરતા પહેલા વાઇફાઉ રાઉટરને રીબૂટ કરવાથી જૂની મેમરી ડિલીટ થઇ જાય છે અને તમામ અપડેટ્સ ઇન્સ્ટોલ થઇ જાય છે.

જો વાઇફાઇનો ઉપયોગ વધુ લોકો દ્વારા કરવામાં આવે તો પણ સ્પીડને અસર થાય છે તેથી બને ત્યાં સુધી મજબૂત વાઇફાઇ સ્પીડનો આનંદ લેવા માટે તમારો પાસવર્ડ કોઇ સાથે શેર ના કરો.