- વોટ્સએપ હવે વોઇસ ટ્રાન્સક્રિપ્શન ફીચર પર કરી રહ્યું છે કામ
- ટૂંક સમયમાં આ સુવિધા યૂઝર્સ માટે ઉપલબ્ધ થઇ શકે છે
- જો કે આ ફીચર વૈકલ્પિક હશે
નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સના અનુભવને વધુ શાનદાર અને બહેતર બનાવવા માટે સમયાંતરે નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે વોટ્સએપ વોઇસ ટ્રાન્સક્રિપ્શન ફીચર પર કામ કરી રહ્યું છે. વોટ્સએપે અગાઉ વોઇસ ટ્રાન્સક્રિપ્શનને હેન્ડલ કરવા માટે થર્ડ પાર્ટી એપ ઉમેરવાનું વિચાર્યું હતું. જો કે, હવે વોટ્સએપ પોતે જ તેના પર કામ કરશે. આ સેવા વોટ્સએપ યૂઝર્સ માટે વૈકલ્પિક હશે અને હાલમાં તેને વિક્સિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં વોટ્સએપે ચેટ બેકઅપ માટે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ઑફર કરીને તેના મેસેજિંગમાં એક નવું સુરક્ષા સ્તર ઉમેર્યું છે.
વોટ્સએપ વોઇસ ટ્રાન્સક્રિપ્શન ફીચર લાવવાની શક્યતા પર કામ કરી રહ્યું છે. જ્યારે આ ફીચર રૉલઆઉટ થશે, ત્યારે એપ વોઇસ મેસેજનું ટ્રાન્સક્રિપ્શન શરૂ કરશે. રિપોર્ટ અનુસાર અમે એન્ડ્રોઇડ માટે વોટ્સએપ પર થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરીને ચાર મહિના પહેલા તમારા વોઇસ મેસેજનું ટ્રાન્સક્રિપ્શન મેળવવાની શક્યતા વિશે વાત કરી હતી.
વોટ્સએપ આ સુવિધાને સપોર્ટ કરતું ન હોવાથી, એક વધારાની એપ્લિકેશનની જરૂર હતી, પરંતુ હવે વસ્તુઓ બદલાઈ રહી છે કારણ કે હવે અમે જાહેરાત કરી શકીએ છીએ કે વોટ્સએપ વોઈસ મેસેજ ટ્રાન્સક્રિપ્શન પર કામ કરી રહ્યું છે.
ટ્રાન્સક્રિપ્શન મેળવવા માટે તમારા સંદેશા વોટ્સએપ અથવા ફેસબૂક સર્વર્સ પર નહીં મોકલવામાં આવે, પરંતુ એપલ દેખીતી રીતે વોઇસ ટ્રાન્સક્રિપ્શન સુવિધા આપે છે. જ્યારે તમારો વોઇસ મેસેજ એપલને તેની સ્પીસ રેકગ્નિશન ટેક્નોલોજીની સુધારવામાં મદદરૂપ થશે. તે તમારા નામ સાથે સંકળાયેલ નહીં હોય.
અહેવાલ પ્રમાણે, આ ફીચર વૈકલ્પિક હશે, પરંતુ જો તમે મેસેજનું ટ્રાન્સક્રાઇબ કરવાનું નક્કી કરો છો, તો તમારે ખાસ પરવાનગીની જરૂર પડશે. તમારે તમારા મેસેજ ટ્રાંસ્ક્રાઇબ કરવા માટે એપને ચોક્કસ પરવાનગીઓ આપવી પડશે.