- વર્ષ 2021ના અંત સુધીમાં આ સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ નહીં કરે
- સોની, ZTE, સેમસંગ જેવી કંપનીઓના ફોનમાં વોટ્સએપ કામ નહીં કરે
- અહીંયા જુઓ આ સ્માર્ટફોન્સનું લિસ્ટ
નવી દિલ્હી: વર્ષ 2021ને પૂર્ણ થવામાં હવે કેટલાક મહિના જ બાકી રહ્યા છે ત્યારે વોટ્સએપ અમુક એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને આઇફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે. આ અંતર્ગત વોટ્સએપે એક લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં 1 નવેમ્બર, 2021થી વોટ્સએપ મેસેજિંગ એપ ક્યાં ડિવાઇસમાં કામ નહીં કરે તે જણાવ્યું છે. યાદીમાં દર્શાવેલા ડિવાઇસમાં વોટ્સએપ 1 નવેમ્બર બાદ કામ નહીં કરે.
વોટ્સએપ અનુસાર સેમસંગ, LG, ZTE, હ્યુવેઇ, સોની, અલ્કાટેલ અને અન્ય સ્માર્ટફોનમાં 1 નવેમ્બરથી વોટ્સએપ કામ નહીં કરે. જ્યારે આઇફોન સીરિઝમાં iPhone SE, iPhone 6S અને iPhone 6s સામેલ છે.
સેમસંગના સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ લાઇટ, ગેલેક્સી ટ્રેન્ડ 2, ગેલેક્સી S2, ગેલેક્સી S3 મીની, ગેલેક્સી Xcover 2, ગેલેક્સી કોર અને ગેલેક્સી Ace2માં વોટ્સએપ સપોર્ટ નહીં કરે. બીજી તરફ LGની વાત કરીએ તો, કંપનીના Lucid 2, LG ઓપ્ટિમસ F7, ઓપ્ટિમસ L3 II ડ્યુઅલ, ઓપ્ટિમસ F5, ઓપ્ટિમસ L5, ઓપ્ટિમસ L5 II, ઓપ્ટિમસ L5 ડ્યુઅલ, ઓપ્ટિમસ L3 II, ઓપ્ટિમસ L7, ઓપ્ટિમસ L7 II ડ્યુઅલસ, ઓપ્ટિમસ L7 II, ઓપ્ટિમસ F6, એનાક્ટ, ઓપ્ટિમસ L4 II ડ્યુઅલ, ઓપ્ટિમસ F3, ઓપ્ટિમસ L4 II, ઓપ્ટિમસ L2 II, ઓપ્ટિમસ નિટ્રો HD અને 4X HD અને ઓપ્ટિમસ F3Qમાં વ્હોટ્સએપ સપોર્ટ બંધ થઇ જશે.
ZTEના ZTE ગ્રાન્ડ S ફ્લેક્સ, ZTE V956, ગ્રાન્ડ X ક્વોડ V987 અને ZTE ગ્રાન્ડ મેમોમાં વ્હોટ્સએપ સપોર્ટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે જ હ્યુવેઇના એસેન્ડ G740, એસેન્ડ મેટ, એસેન્ડ D ક્વોડ XL, એસેન્ડ P1 S અને એસેન્ડ D2માં ફેસબુકની માલિકીના આ એપ બંધ થઇ જશે. આ ઉપરાંત સોની કંપનીના એક્સપિરીયા મીરો, સોની એક્સપિરીયા નિયો L અને એક્સપિરીયા આર્કS પણ આ લીસ્ટમાં સામેલ છે. આ સિવાય અલ્કાટેલ, HTC, લેનોવો અને અન્ય ઘણી કંપનીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપર દર્શાવેલી ડિવાઇસમાં વોટ્સએપ થોડા સમય માટે જ કામ કરશે, તેનો અર્થ એ નથી કે તે 1 નવે.થી કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ આ સ્માર્ટફોન્સને નવા સિક્યોરિટી અપડેટ, નવા ફીચર્સ મળવાનું બંધ થઇ જશે. જેથી આ ફોન્સ માટે વોટ્સએપ વ્યર્થ થઇ જશે.