ઇન્ટરનેટ પર શું-શું થાય છે 1 મિનિટમાં? 18 કરોડ ઇમેલ, 38 લાખ ગૂગલ સર્ચ અને બીજુ ઘણુ બધુ
- ઇન્ટરનેટમાં 1 1 મિનિટમાં શું શું થાય છે
- ઇ-મેલમાં એક મિનિટમાં 18 કરોડ ખાનગી અને ઔપચારિક મેલ મોકલાય છે
- વોટ્સએપ પર 1 મિનિટમાં લગભગ 5 કરોડ મેસેજ મોકલી શકાય છે
નવી દિલ્હી: આજના સમયમાં કદાચ સ્માર્ટફોન વિનાનું જીવન અવાસ્તવિક અને શૂન્ય જેવું લાગે. આપણે રોજિંદા જીવનમાં એક મિનિટ પણ સ્માર્ટફોન વગર પોતાની જાતને કલ્પી નથી શકતા. સ્માર્ટફોન અને ઇન્ટરનેટ આપણા રોજિંદા જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે. ઇન્ટરનેટ પણ કમાલની વસ્તું છે. જે સમગ્ર વિશ્વને એક તાંતણે જોડે છે. આજે અમે આપને જણાવીશું કે ઇન્ટરનેટ પર માત્ર 1 મિનિટમાં કેટલું થઇ શકે છે.
ઇ-મેલ પર 1 મિનિટ:
ઇ-મેલમાં એક મિનિટમાં 18 કરોડ ખાનગી અને ઔપચારિક મેલ મોકલવામાં આવે છે. આ જીમેલ, આઉટલુક, યાહૂ, હોટમેલ વગેરે લોકપ્રિય ઇમેલ સર્વિસ છે. ઑનલાઇન શોપિંગ દ્વારા લોકો દર 10 મિનિટે 10 લાખ રૂપિયાનો સામાન ખરીદે છે.
વોટ્સએપ પર 1 મિનિટ:
ઈન્ટરનેટ દ્વારા સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ પર 1 મિનિટમાં લગભગ 4.5 કરોડ મેસેજ મોકલી શકાય છે. ખાસ કરીને 31 ડિસેમ્બરની સાંજથી રાતનો સમય સૌથી વધારે વ્યસ્ત હોય છે. જ્યારે બધા એક-બીજાને ન્યૂ યર વિશ કરતા હોય છે.
1 મિનિટમાં ગૂગલ:
વિશ્વના સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલની વાત કરીએ તો ગૂગલ પર એક મિનિટમાં લગભગ 38 લાખ સર્ચ કરવામાં આવે છે. અહીંયા આટલી સર્ચ છતાં કંપનીનું સર્વર ક્રેશ થતું નથી જે તેની મજબૂતાઇ દર્શાવે છે. ગૂગલના એપ અને એપલના સ્ટોર પર 1 મિનિટમાં લગભગ 3.90 લાખ એપ ડાઉનલોડ કરાય છે.
1 મિનિટમાં ફેસબૂક:
સૌથી લોકપ્રિય સોશિયલ એપ ફેસબૂક પર 1 મિનિટ એટલે કે માત્ર 60 સેંકડમાં 10 લાખ લોકો લૉગ ઇન કરે છે. ફેસબૂકની માલિકીના ઇન્સ્ટાગ્રામ પર 1 મિનિટમાં 3,47,222 ફોટો અપલોડ કરવામાં આવે છે.
યૂ-ટ્યૂબ પર 1 મિનિટ:
દુનિયાના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ યૂ-ટ્યૂબ પર 1 મિનિટમાં 45 લાખ વીડિયો જોવામાં આવે છે. તેના પર લોકો ગીત સાંભળી પણ શકે છે. તો નેટફ્લિક્સ પર 1 મિનિટમાં 6.94 લાખ કલાકના વીડિયો જોવામાં આવે છે.