Site icon Revoi.in

હવે નેટ અને ફોન વગર પણ વોટ્સએપ યૂઝ કરી શકાશે, ટૂંક સમયમાં આ ફીચર થશે રૉલ આઉટ

Social Share

નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના યુગમાં વોટ્સએપ આજે મોટા ભાગે દરેક કામ માટે અનિવાર્ય બન્યું છે. આજે મોટા ભાગના કામ વોટ્સએપથી શક્ય બન્યા છે અને ખાસ કરીને કોરોના કાળ દરમિયાન વર્ક ફ્રોમ હોમ ટ્રેન્ડ બાદ મોટા ભાગની ઑફિસમાં વોટ્સએપ કમ્યુનિકેશનનો મુખ્ય ભાગ બન્યો છે.  આ વચ્ચે હવે તમે સ્માર્ટફોન વગર પણ લેપટોપ, કમ્પ્યુટર અને વિન્ડોઝ ટેબલેટમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકશો. વોટ્સએપ આ ફીચર ટૂંક સમયમાં લોન્ચ કરશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, વોટ્સએપ ટૂંક સમયમાં એવું ફીચર રૉલ આઉટ કરવાના પ્રયાસો કરી રહ્યું છે કે તમે સ્માર્ટફોન પર નેટ બંધ કર્યા પછી પણ કમ્પ્યુટર, લેપટોપ કે વિન્ડોઝ ટેબ્લેટમાં વોટસએપનો આનંદ ઉઠાવી શકશો. હાલમાં તો ડેસ્કટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરવા માટે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ઑન રાખવું પડે છે.

પ્રાથમિક સ્માર્ટફોન વિના ઉપકરણોને કનેક્ટ કરવાની સુવિધા બીટા તબક્કામાં છે અને અત્યારે તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. WhatsApp પર સેટિંગ્સ મેનૂમાં લિંક્ડ ડિવાઇસીસ વિકલ્પમાં બીટા તરીકે લેબલ કરાયેલ આ એક ઑપ્ટ-ઇન સુવિધા છે. ઉપરાંત, આ ફીચરને બંધ કર્યા પછી, એપ્લિકેશન તમામ ઉપકરણોમાંથી લોગઆઉટ થઈ જશે, જે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉપયોગી ફીચર સાબિત થશે. જો કે, કેટલાક નવા વિકલ્પો પણ હશે, જે વપરાશકર્તાઓ માટે ઉપયોગી સાબિત થશે.

ઘણીવાર સ્માર્ટફોનમાં ચાર્જિંગ પુરુ થઇ જવુ અથવા તો બીજી તરફ અન્ય ઊપયોગ પણ ચાલુ હોય ત્યારે આ સ્થિતિમાં WhatsApp કમ્પ્યુટર અને લેપટોપ પર લોગિન રહેતુ નથી. હવે નવું ફીચર આવ્યા બાદ આ અસુવિધા નહીં રહે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંનેને સપોર્ટ કરશે.