Site icon Revoi.in

વોટ્સએપ વોઇસ નોટને લઇને લાવશે આ ઘાંસુ ફીચર, જાણો શું હશે રસપ્રદ?

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સને કંઇક નવું પ્રદાન કરતું રહે છે અને તેના માટે અનેકવાર વોટ્સએપ અપડેટ આપતું હોય છે. હવે વોટ્સએપ કેટલાક રસપ્રદ અપડેટ્સ માટે કામ કરી રહ્યું છે. જે લેટેસ્ટ ફીચર વોઇસ નોટ્સ સાથે સંકળાયેલું હશે. વોટ્સએપ ટૂંક સમયમાં યૂઝર્સને ચેટ વિન્ડો બંધ કર્યા બાદ પણ વોઇસ નોટ્સ સાંભળવાની સુવિધા આપશે. હાલમાં વોટ્સએપમાં ચેટ વિન્ડો ખુલી હોય ત્યાં સુધી જ વોઇસ નોટ્સને સાંભળી શકાય છે. જો કે હવે નવા અપડેટ સાથે તે અલગ હશે.

એપ હવે એક એવું રસપ્રદ ફીચર વિકસિત કરી રહ્યું છે જે જ્યારે તમે બીજી ચેટ પર સ્વિચ કરો ત્યારે વોઇસ નોટ્સ સાંભળવાની મંજૂરી આપે છે. આ ફીચર ત્રણ મહિના પહેલા iOS બીટા પર જોવા મળ્યું હતું.

એક અહેવાલમાં એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે તમે વોઇસ નોટ સાંભળવાનું શરૂ કરો અને બીજી ચેટ વિન્ડો ખોલો ત્યારે પણ વોઇસ નોટ સાંભળી શકો છો. ત્યાં એક નવું સ્ટોપ બટન છે જે સ્ક્રીનની ટોચ પર દેખાય છે. વિકલ્પ તમને રોકવા, ચલાવવા, વોઇસ નોટ્સ અને પ્રોગ્રેસ બારને કાઢી નાખવામાં મદદ કરે છે.

જો કે આ ફીચર અંગે વોટ્એપે હજુ કોઇ સત્તાવાર માહિતી આપી નથી. જો મેસેજિંગ એપ આ ફીચરને લોંચ કરશે તો તે એક નોંધપાત્ર ફીચર ગણાશે.

તે ઉપરાંત એક અહેવાલ અનુસાર WhatsApp માત્ર આર્કાઈવ લિસ્ટને ચેટ સ્ક્રીનની ટોચ પર રાખશે અને બ્રોડકાસ્ટ લિસ્ટ અને નવા ગ્રુપને હટાવી દેશે.