Site icon Revoi.in

વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર, હવે આવશે આ ઘાંસુ ફીચર

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને સમયાંતરે નવા નવા ફીચર્સ પ્રદાન કરીને તેના ચેટિંગ એક્સપીરિયન્સને વધુ યાદગાર બનાવવા માટે પ્રયાસરત રહેતું હોય છે. હવે કંપની યૂઝર્સને વધુ એક નવું ફીચર આપવા જઇ રહી છે. કંપની ઑડિયો સંબંધિત મેસેજ અંગે નવું અપડેટ લાવી રહી છે. હવે યૂઝર્સ તેની જરૂરિયાત અનુસાર પોતાના ઑડિયો સંદેશને કસ્ટમાઇઝ કરી શકશે.

કંપની હવે વોઇસ નોટ્સની પ્લેબેક સ્પીડને સેટ કરવાના ફીચરમાં સુધારો કરવા જઇ રહી છે. જે લોકો ખાસ કરીને સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી નોકરીમાં કે કામમાં વ્યસ્ત હોય છે. જે લોકો આ સંદેશને ઝડપથી સાંભળવા માંગે છે તેના માટે આ ફીચર્સ આશીર્વાદરૂપ સાબિત થશે. ટૂંકમાં તમે સંદેશ ઝડપથી સાંભળી શકશો.

આ નવી અપડેટ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે. વોટ્સએપ ફોરવર્ડ વોઇસ નોટ્સ માટે પ્લેબેક સ્પીડ બટન આપવા પર હાલ કામ કરી રહ્યું છે. આ ફીચર લોંચ થયા બાદ યૂઝર્સ ફોરવર્ડ કરવામાં આવતા ઑડિયો સંદેશ એટલે કે ઑડિયો નોટ્સ માટે સ્પીડ પણ સેટ કરી શકશે.

અહીંયા પ્લેબેક સ્પીડ સેટ કરવા માટે એક બટન આપવામાં આવશે. તાજેતરમાં WhatsAppના આ ફીચરને વોટ્સએપ બીટામાં જોવામાં આવ્યું હતું. જોકે, હાલ તેના પર કામ થઈ રહ્યું છે. iOS અને એન્ડ્રોઇડ બંને યૂઝર્સને આ ફીચરનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે વોટ્સએપ પોતાના તમામ અપડેટ્સની જાણકારી WAbetainfo એટલે કે પોતાની વેબાસાઇટ મારફતે કરે છે.