નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને અનેક પ્રકારના ફીચર પ્રદાન કરતું રહે છે અને ક્યારેક યૂઝર્સ પ્રાઇવસી માટે અને સામે વાળી વ્યક્તિ વારંવાર મેસેજ કરીને ડિસ્ટર્બ ના કરે તે માટે બ્લૂ ટિક સામે વાળો ના જોઇ શકે તે રીતે ચોરી છૂપીથી મેસેજ વાંચવા માંગતા હોય છે. આજે અમે આપને એવી ટિપ્સ આપીશું જેનાથી તમે ગુપ્ત રીતે મેસેજ વાંચી શકશો.
આ માટે તમારે કેટલાક સિમ્પલ સ્ટેપ્સ લેવા પડશે. જેમ કે સૌ પ્રથમ તો તમારે યૂઝર્સના મેસેજ ગુપ્ત રીતે વાંચવા માટે Widgetsનો ઉપયોગ કરવાનો રહેશે. તે માટે, હોમ સ્ક્રીન પર થોડીવાર માટે ક્લિક કરો અને હોલ્ડ કરો, તે પછી સ્ક્રીનના બોટમમાં વોલપેપર્સ અને Widgets જેવા વિકલ્પો દેખાશે. વિજેટ્સ પર ક્લિક કર્યા બાદ, વોટ્સએપના શોર્ટકટ પર જો અને ત્યાં 4×2 વિકલ્પ પસંદ કરો.
WhatsApp વાળા Widgets પર ક્લિક કરો અને પકડી રાખો અને તેને હોમ સ્ક્રીન પર લાવો. થોડીવાર માટે ક્લિક કરો અને પકડી રાખો, જેથી આ Widgetsને મોટું કરી શકાય. ધ્યાનમાં રાખો કે જો સ્ક્રીન પર વધુ આઇકન્સ હશે, તો આ Widgets મોટા નહીં હોય, તેના માટે તેને ખાલી હોમ સ્ક્રીન પર રાખો.
અહીંયા ખાસિયત એ રહેશે કે, આમાં ફક્ત તે જ સંદેશા દેખાશે, જે વપરાશકર્તાઓએ હજી સુધી ખોલ્યા નથી. તેમાં આખો મેસેજ દેખાશે, જેને ખોલ્યા વગર વાંચી શકાશે.
તે ઉપરાંત તમે વેબ બ્રાઉઝરમાં વોટ્સએપ ખોલીને પણ ગુપ્ત રીતે મેસેજ વાંચી શકો છો. આ માટે વેબ બ્રાઉઝરમાં વોટ્સએપ ખોલવાનું રહેશે અને તે પછી જે યૂઝર્સને મેસેજ તમે વાંચવા માંગો છો, તેના પર કર્સર ખસેડો અને થોડી ક્ષણો માટે રાહ જુઓ. હવે સૂંપર્ણ પોપઅપમાં દેખાવાનું શરૂ થશે.