નવી દિલ્હી: વોટ્સએપ વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત અને લોકપ્રિય મેસેજિંગ એપ છે. આજના સમયમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવો હશે જે વોટ્સએપથી અજાણ હોય. વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ લૉન્ચ કરતી રહે છે. હવે આવું જ એક ફીચર વોટ્સએપનું ડિસઅપીયરિંગ મેસેજ છે. ચાલો તેના વિશે વધુ જાણીએ.
આમ તો વોટ્સએપમાં તમે લોકથી માંડીને અન્ય કેટલાક ફીચર્સથી તમારી ચેટને ગુપ્ત રાખી શકો છો પરંતુ ડિસઅપીરયિંગ મેસેજ ફીચર સૌથી વધુ આકર્ષક છે. આ ફીચર એવું છે કે જ્યાં એક સમયે તમારા મેસેજ સેન્ડ થયા બાદ આપોઆપ ડિલીટ થઇ જાય છે.
તમે વોટ્સએપના સેટિંગમાં જઇને આ ફીચરને ઑન કરી શકો છો. અહીંયા તમને સમય મર્યાદા નક્કી કરવાની સુવિધા મળે છે. હવે આ રીતે દર સાત દિવસે વોટ્સએપ આ ફીચરના કારણે તમારા મેસેજોને આપમેળે ડિલીટ કરી નાંખશે અને તમારે કંઇ પણ કરવાની આવશ્યકતા નહીં રહે.
આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ફોનમાં વોટ્સએપ ઓપન કરો, હવે ચેટની પસંદગી કરો અને જેમાંની ચેટ તમે ડિલીટ કરવા માંગતા હોય. તે સ્ક્રિનની ઉપરની બાજુ જ્યાં તમને તે કોન્ટેક્ટનું નામ દેખાઇ રહ્યું છે, તેના પર ક્લિક કરો અને તમારી સ્ક્રીન પર એક મેનુ ખૂલી જશે.
અહીંયા તમને મીડિયાસ, લિંક, ડોક્સના નીચે પણ ચાર ઑપ્શન જોવા મળશે. જેમાં નીચે તમને ડિસઅપીયરિંગ મેસેજ ફીચરનો ઓપ્શન જોવા મળશે. તમે આ ઓપ્શન પર જેવા જ ક્લિક કરશો, એપ તમને એક મેસેજ ટાઇમર પર લઇ જશે. તેમાં તમારે ઑન અને ઑફ, બે ચોઇસીસ દેખાડશે. જો કે, ઓફનું ઓપ્શન સિલેક્ટ થયેલું હશે, ત્યાં તમે જેવું જ ઓન પર ક્લિક કરશો, ડિસઅપીયરિંગ મેસેજ ફીચર એક્ટિવેટ થઈ જશે અને તમારા મેસેજ દર સાત દિવસે ઓટોમેટિકલી ડિલીટ થતા રહેશે.
અહીંયા વિશેષ વાત એ છે કે, ભલે તમે આ ફીચરને તમારી તરફથી ઑન કર્યું હોય, પરંતુ તેનો કંટ્રોલ એટલે કે તેને ઑન કે ઑફ કરવાની પસંદગી યૂઝર્સ પાસે હોય છે. વોટ્સએપના આ ફીચરથી હવે તમે કોઇપણ પ્રકારની ચિંતા કર્યા વગર બિંદાસ ચેટ કરી શકો છો.