નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સને નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે જે યૂઝર્સના અનુભવને વધુ યાદગાર અને બહેતર બનાવે છે. હવે વોટ્સએપ એક નવું ફીચર લાવી રહ્યું છે. વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે ક્લાઉડ સ્ટોરેજને વધુ સારી ક્ષમતા સાથે મેનેજ કરશે.
વોટ્સએપ અપડેટ ટ્રેકર WABetaInfo માં આ નવું ફીચર જોવા મળ્યું છે. આ નવું ફીચર ચેટ બેકઅપ કરતી વખતે યૂઝર ડોક્યુમેન્ટ અને ફોટો જેવી વસ્તુઓને બહાર કાઢી શકશે. જો કે આ માટે યૂઝર્સે ચાર્જ ચૂકવવાનો રહેશે.
આઇક્લાઉડની વાત કરીએ તો તેમાં આ ફીચર માટે યૂઝર્સે સબસ્ક્રીપ્શન લેવાનું રહેશે, જ્યારે ગૂગલ ડ્રાઇવમાં માત્ર 15 જીબી ફ્રી સ્ટોરેજ આપવામાં આવશે. કેટલાક રિપોર્ટસમાં દાવો કરાયો છે કે, આ ફીચર બાદથી વોટ્સએપનું ફ્રી ડિવાઇઝ સ્ટોરેજને બંધ કરી દેવામાં આવશે, જો કે આ બાબતે હજુ કોઇ પુષ્ટિ નથી કરવામાં આવી.
વ્હોટ્સએપ દ્વારા ફ્રી સ્ટોરેજ સમાપ્ત કરવાની વાત એક અફવા હોઈ શકે છે, જો કે સચોટ માહિતી માટે હજી રાહ જોવા પડશે. તોજેતરમાં જ ફેસબુકની માલિકી હેઠળ આવતી આ મેસેજીંગ એપ દ્વારા બીટા ટેસ્ટર્સ માટે કેટલીક એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શનવાળી (end-to-end encrypted) ચેટ્સને રોલિંગ આઉટ પણ કરવામાં આવી હતી.
આ વર્ષની શરૂઆતમાં ફેસબુક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે યુઝર્સ પાસવર્ડ સાથે 64 બીટ એન્ક્રીપ્શન કી અને ક્લાઉડ આધારિત કીમાંથી કોઈ એકની પસંદગી કરી શકશે. ડેટા ગૂગલ ડ્રાઈવ કે આઈક્લાઉડમાં સ્ટોર કરતા પહેલાથી જ એન્ક્રીપ્ટેડ હશે.