- હવે વોટ્સએપ પર શરૂ થઇ પેમેન્ટ સેવા
- તેનાથી તમે નાણાં પ્રાપ્ત કરી શકશો અને મોકલી શકશો
- અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને વોટ્સએપ પેમેન્ટનો યૂઝ કરો
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ પ્રચલિત ચેટ એપ છે. વોટ્સએપ પોતાના યૂઝર્સના અનુભવને વધુ શાનદાર બનાવવા માટે સમયાંતરે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વોટ્સએપએ પેમેન્ટ સેવા પણ શરૂ કરી છે. અહીંયા અમે આપને કઇ રીતે તેનો ઉપયોગ કરી શકાય તે અંગે જણાવીશું.
સૌ પ્રથમ, આપના ફોન પર વોટ્સએપ ચૂકવણી સેવાને સક્રિય કરવા માટે, મોબાઇલ એપ પર આવતા નોટિફિકેશન પર જાઓ. વૈકલ્પિક રીતે, તમે વધુ વિકલ્પ દ્વારા ચૂકવણી પ્રાપ્ત કરી શકો છો. UPIને સપોર્ટ કરતી ભારતીય બેંક સાતે યૂઝર્સે તેમના સક્રિય ખાતાની વિગતો ચકાસવાની જરૂર પડશે. એકાઉન્ટ લિંક કરવા માટે, રજિસ્ટ્રેશન માટે પ્રાથમિક મોબાઇલ નંબર વોટ્સએપ મોબાઇલ નંબર સાથે મેળ ખાતો હોવો જોઇએ.
એક વાર વોટ્સએપમાં તેમના બેંક ખાતા ઉમેર્યા પછી, યૂઝર્સ નાણાં મોકલી શકે છે અથવા પ્રાપ્ત કરી શકે છે. યૂઝર્સએ ચૂકવણીની શરતો અને ગોપનીયતા નીતિ સ્વીકારવી પડશે. તમારે SMS દ્વારા ચકાસણી કરવાની પરવાનગી આપવી પડશે. માત્ર WhatsApp UPI દ્વારા સપોર્ટેડ બેંકો જ લિસ્ટેડ થશે.
આ સ્ટેપ્સ ફોલો કરો
Accept Payment પર ટેપ કરો
પેમેન્ટની શરતો અને પોલીસી પેજ પર જઇને તેને એક્સેપ્ટ કરો અને કન્ટીન્યૂ પર ટેપ કરો
એસએમએસના માધ્યમથી વેરિફાઇ પર ટેપ કરો
સર્વિસ તમારા વોટ્સએપ મોબાઇલ નંબર સાથે જોડાયેલા તમામ બેન્ક એકાઉન્ટ્સને લીસ્ટ કરશે
એકાઉન્ટ એડ કરવા એકાઉન્ટને સિલેક્ટ કરો
હવે ‘Done’ પર ટેપ કરો
જે ચેટથી ટ્રાંઝેક્શન કરવું છે તેને ઓપન કરો
અટૈચ પર ટેપ કરો અને પેમેન્ટ સિલેક્ટ કરો
પોતાના ડેબિટ કાર્ડ નંબરના લાસ્ટ 6 ડિજિટ અને એક્સપાઇરી ડેટ વેરિફાઇ કરો. બાદમાં સેટ અપ યૂપીઆઇ પિન સિલેક્ટ કરો
વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) એડ કરો
UPI સેટઅપ બાદ ‘Done’ પર ટૈપ કરો અને હવે અલગ અલગ ચેટમાં અટેચ ઓપ્શનના માધ્યનથી પેમેન્ટ કરી શકો છો