- વોટ્સએપમાં જોવા મળશે નવું ફીચર
- હવે વોઇસનોટ્સ વેવફોર્મમાં દેખાશે
- તમારા અવાજનું વેવફોર્મ દેખાશે
નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સના અનુભવને વધુ બહેતર અને યાદગાર બનાવવા માટે નવા નવા ફીચર્સ રોલ આઉટ કરતું રહે છે. વોટ્સએપ ચેટને મજેદાર બનાવવા માટે પણ અનેક ફીચર્સ રજૂ કરતું રહે છે. વોટ્સએપ વોઇસ વેવફોર્મ રોલઆઉટ કરી રહ્યું છે. હાલમાં લીનિયર ફોર્મેટમાં માત્ર પ્લે અન પોઝ બટનનું ઓપ્શન આપવામાં આવ્યું છે. જો કે, હવે નવા ફીચર અંતર્ગત વોઇસનોટનું ફીચરનું આખુ ઇન્ટરફેસ બદલાઇ જશે. હવે વોઇસનોટ્સને વેવફોર્મ ડિઝાઇન એડ કરવામાં આવ્યું છે. Android અને iOS બંને યૂઝર્સ માટે આ ફીચર રોલ આઉટ કરવામાં આવ્યું છે.
આ નવા ઇન્ટરફેસ વિશે વાત કરીએ તો તેમાં વોઇસનોટ્સમાં યૂઝર્સને પોતાના અવાજનું વેવફોર્મ દેખાશે. જ્યારે તમારા ફોનમાં આ ફીચર સક્રિય થશે ત્યારે આ વેવફોર્મ નિહાળી શકશો. જો કે વોઇસનોટ્સ રિસીવ કરતી વખતે તે દેખાશે કે કેમ તે અંગે કોઇ જાણકારી મળી નથી.
આ સુવિધા કેટલાક નિશ્ચિત એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ આ તમામ માટે ઉપલબ્ધ નથી. જો તમે વોટ્સએપના જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમને હાલ આ ફીચર મળશે નહી.
રિડિઝાઈન કરવામાં આવેલું વોઈસ વેવફોર્મ એકમાત્ર નવું ફીચર નથી, જેના પર વોટ્સએપ કામ કરી રહ્યું છે. શક્યતા છે કે કંપની દ્વારા મોટા અને કલરફુલ બબલ સાથે ચેટ બબલને ફરીથી રિડિઝાઈન કરવામાં આવે.